ચોટીલામાં રાજવી પરિવારના જ્યેષ્ઠ પુત્રના લગ્ન ભવ્ય રજવાડી પરંપરા મુજબ યોજાયાં

ચોટીલા,
ચોટીલા માં રાજવી પરિવાર સ્વ.દાદાબાપુ નાના બાપુ ખાચર ના પૌત્ર કુલજીતકુમાર મહાવીર કુમાર ખાચર ના શુભ લગ્ન રોયલ ફેમીલી ની રજવાડી પરંપરા મુજબ થયાં હતાં. આ પ્રસંગે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત ગુજરાત ના ઝાલાવાડ , સૌરાષ્ટ્ર અને રાજસ્થાન ના અનેક શહેરો ના રાજવીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે પરદેશ માં થી પણ અનેક મહાનુભાવો એ લગ્ન પ્રસંગે ખાસ હાજરી આપી હતી. ચોટીલા માં રાજવી પરિવાર ના મહાવીર કુમાર દાદાબાપુ ખાચર ના જ્યેષ્ઠ પુત્ર કુલજીત કુમાર ખાચર ના લગ્ન આ રોયલ ફેમીલી ની વર્ષો જુની રાજવી પરંપરા મુજબ યોજાયાં હતાં ત્યારે આ લગ્ન માં દેશ પરદેશ ના મહાનુભાવો સહિત ગુજરાત , રાજસ્થાન ના રાજવી પરિવારો , પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી , પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહ , વિવિધ સરકારી વિભાગો ના ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી ઓ , કોર્પોરેટ જગત ના માંધાતા ઓ , ચોટીલા ના નગરજનો , સામાજીક ધાર્મિક સંસ્થાઓ ના હોદેદારો અને આ રાજવી પરિવાર ના જયવીરકુમાર ખાચર , છત્રજીતકુમાર ખાચરે ખાસ હાજરી આપી હતી. જ્યારે કુલજીતકુમાર ખાચર નું ચોટીલા નગર માં અસલ રજવાડી યુગ ની પરંપરા મુજબ ધામધુમ થી ફુલેકું નીકળ્યું હતું જેમાં વરરાજા એ ઝરીયામ સાફો , હીરા જડિત કલગી અને સોનેરી ઝાંય ધરાવતા કિંમતી અચકણ સુરવાલ ના વસ્ત્રો ધારણ કર્યા હતાં આ ફુલેકા માં શણગારેલા અશ્વો , રાજાશાહી યુગ ની સીગરામ , વિન્ટેજ કાર નો કાફલો , બગી , ફુલેકા ના સમગ્ર માર્ગ ઉપર રોશની પાથરતા વિશાળ ઝુમ્મરો , ડમણીયા , ઉંટ , બળદ ગાડા અને વિવિધ ક્ષેત્ર ની સેલીબ્રીટી ઓ , રાજવી પરિવારો થી શોભતું આ ફુલેકું ચોટીલા ના રાજમાર્ગો ઉપર નીકળતાં નગરજનો જોવાં ઉમટ્યાં હતાં.જ્યારે આ અંગે આ રાજવી પરિવાર ના જયવીર કુમાર ખાચરે જણાવ્યું હતું કે અમારા ફેમીલી માં હજુપણ રાજાશાહી યુગ ની રજવાડી પરંપરા મુજબ જ લગ્ન પ્રસંગો ઉજવવા માં આવે છે.