ચોટીલા પાસેના ડોશલીઘુના અને લોમાકોટડી ગામમાં વીજપુરવઠો ખોરવાતા છવાયો અંધાર પટ્ટ

ચોટીલા પાસે હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દરમ્યાન જમીન સમથળ કરવા માટે વિસ્ફોટ થતાં બે ગામનો વીજ પુરવઠો ખોવાયો. ડોશલીઘુના અને લોમાકોટડી ગામને વીજ પુરી પડતા તારના થાંભલાના જીવતા વાયર નીચે પડ્યા હતા. આ પહેલા એક મોટો વિસ્ફોટ થતા પશુના મોત થયા હતા.

ત્યારે તંત્રની મંજૂરી પ્રમાણે બ્લાસ્ટ ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.  સ્થાનિકોનું કહેવુ છે કે,એરપોર્ટની કામગીરી દરમ્યાન અવારનવાર નિયમો નેવે મૂકી કોન્ટ્રાકટરો દ્વારા વિસ્ફોટ કરવામાં આવે છે.