તા. ૨૯.૯.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ આસો સુદ ચોથ, વિશાખા નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, વણિજ કરણ આજે રાત્રે ૧૧.૨૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન,ય) .
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આજરોજ ગુરુવાર અને ચોથું નોરતું છે. ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા આરાધના થાય છે. કુષ્માંડા દેવીની આઠ ભુજાઓ છે, જેમાં કમંડળ, ધનુષ-બાણ, કમળ પુષ્પ, શંખ, ચક્ર, ગદા અને બધી સિદ્ધિઓને આપનારી જપમાળા છે. માતાની પાસે આ બધી વસ્તુઓ સિવાય હાથમાં કળશ પણ છે. જે સુરાથી અને રક્તથી લથપથ છે. તેમનું વાહન સિંહ છે અને તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયથી મુક્તિ મળે છે. તેમની ભક્તિથી આયુ, યશ અને આરોગ્યનો વધારો થાય છે. કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે ચારેય તરફથી અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્મની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી. તેમને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે. સૃષ્ટિની રચના કર્યા પછી તેમાં પ્રકાશ પણ તેમના કારણે જ આવ્યો છે. એટલા માટે તે સૂર્યલોકમાં નિવાસ કરે છે. જયારે કુંડળીમાં સૂર્યનું બળ ઘટતું હોય અને આત્મવિશ્વાસની કમી જણાતી હોય ત્યારે માતા કુષ્માંડાની પૂજા કરવાથી લાભ થાય છે. માતા તમામ ડરને દૂર કરી જાતકને આત્મવિશ્વાસથી ભરી દે છે ખાસ કરી ને વિધાર્થીવર્ગની પ્રતિભામાં માતા વૃદ્ધિ કરનાર બને છે.