ચોથુ લોકડાઉન આવે છે : 20 લાખ કરોડનું પેકેજ જાહેર

અમરેલી, કોરોનાની વૈશ્ર્વિક મહામારી દરમિયાન લોકડાઉનનો ત્રીજો તબ્બકો પુર્ણ થવામાં છે અને આગામી 17મીએ ચોથો તબ્બકો શરૂ થનાર છે. તે પુર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રિય સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે થાકવાનું પણ નથી અને હારવાનું પણ નથી. એક એવો જંગ નિયમો પાળીને લડવાનો છે. દુનિયા આખી જ્યારે સંકટમાં છે ત્યારે આપણે પણ આગળ વધવાનું છે. તે માટે આપણો સંકલ્પ મજબુત બનાવવાનો છે. 21મી સદી હિન્દુસ્તાનની છે. કોરોનાં સંકટ વચ્ચે પણ 21મી સદી ભારતની હોય તે આપણું સ્વપ્નુ નહી પણ જવાબદારી છે. તેનો માર્ગ શું છે? વિશ્ર્વની સ્થિતિ બતાવે છે કે, આત્મનિર્ભર ભારત શા માટે બનાવવું છે. આપણે એક એવા મોડ ઉપર ઉભા છીએ કે, આપત્તીને અવસરમાં બદલીશું જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એક પણ પીપીઇ કીટ કે એન95 માસ્ક બનતા ન હતાં. આજે ભારતમાં બે લાખ કીટ અને બે લાખ માસ્ક પણ બને છે. ભારતમાં આફતને અવસરમાં બદલી ભારતની સ્થિતિ આત્મનિર્ભર સંકલ્પને પ્રભાવિત બનાવી જરૂરી છે. ગ્લોબલ વોર્મમાં ડીફીનેશન બદલાય છે. ભારતનું મુળભુત ચિંતન આશાનું કિરણ નજરે પડે છે. વિશ્ર્વ એક પરિવાર છે. ભારત આત્મ કેન્દ્રીત વકીલાત નથી કરતો સંસ્થાનાં સુખ, સહયોગ, શાંતિ માટે ચિંતા કરે છે એ આપણી ભુમિ છે. ભારત ધારે તો દુનિયામાં બધ્ાુ જ કરી શકે. સોલાર, ઇન્ટરનેશનલ યોગએ આપણે આપેલી વિશ્ર્વને મોટી સોગાદ છે. તે ભારતની ઉપલબ્ધી છે. 130 કરોડ દેશવાસીઓને આત્મનિર્ભર ભારતનાં સંકલ્પ આપણો ગૌરવ પુર્ણ ઇતિહાસ રહ્યો છે. તે આપણી પાસે સાધનો, સામર્થ્ય છે અને બહેતરીન ટેલેન્ટ છે. આપણે બેસ્ટ પ્રોડક્ટ બનાવીશું તે આપણે કરી શકીએ છીએ અને કરીશું તેમ જણાવી શ્રી મોદીને કચ્છનાં ભુકંપને યાદ કરી જણાવ્યું કે, કચ્છ ભુકંપ બાદ બધ્ાુ જ ધ્વસ્ત થયું અને મોતની ચાદર ઓઢી સુઇ ગયેલું. કોઇ વિચારી પણ શકતુ ન હતુ કે કચ્છ બેઠુ થશે પણ તે બેઠુ થયું એ ભારતની સંકલ્પ શક્તિ છે. આપણે ધારીએ તો કશું જ મુશ્કેલ નથી. ભારતને આત્મનિર્ભર બનાવવું છે. તેમ જણાવી મધ્યમ વર્ગને ધ્યાને રાખી 20 લાખ કરોડનાં પેકેજ અંગે હાઇલાઇટ આપી હતી. આ પેકેજ ભારતની આજીવીકા છે અને દરેક વર્ગને સહયોગી બનશે. 2020માં દેશની વિકાસયાત્રાને ટ્વેન્ટી લાખ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં નવી ગતી આપશે. આ પેકેજમાં લેબર, લીક્વીડીટી સહિતનો સમાવિષ્ટ હશે. આ આર્થિક પેકેજ દેશનાં શ્રમિક ખેડુત માટે છે. ખાસ કરીને મધ્યમ વર્ગને પણ ફાયદો કરશે. આવતા દિવસોમાં પેકેજ અંગે વિગતે માહિતી અપાશે. આગામી ચોથા તબ્બકાનું લોકડાઉન નવા રૂપ રંગ સાથે આવશે તેનું પણ પાલન કરીશું અને આગળ પણ વધીશું21મી સદી માં આત્મનિર્ભર, સશક્ત ભારત બનશે. આપણે નવી સંકલ્પ શક્તિથી આગળ વધવાનું છે. ચોથા તબક્કાનું લોકડાઉન માટે દરેક રાજ્યોનાં સુજાવ ઉપર નવા રૂપરંગ સાથે ચોથો તબક્કો આવશે તેમ પ્રજાજોગ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું હતું.