છઠે રાહુ શત્રુ પર વિજય અપાવનાર બને

તા. ૧.૬.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ બીજ, મૃગશીર્ષ   નક્ષત્ર, શૂળ  યોગ, બાલવ  કરણ આજે     જન્મેલાંની  ચંદ્ર રાશિ  મિથુન (ક,છ,ઘ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)           : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) :  આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ વિમાન અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે અને ક્રોએશિયામાં જર્મન પ્લેન તૂટી પડ્યું છે, આ ઉપરાંત અનેક વિમાનમાં ટેક્નિકલ ખામી નોંધવામાં આવી છે તો કોઈ ને કોઈ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે જે વિષે અત્રે હું લખી ચુક્યો છું. ગોચર ગ્રહોની વાત કરીએ તો છાયા ગ્રહ રાહુ હાલમાં પ્રથમ રાશિ મેષમાં થી પસાર થઇ રહ્યા છે મેષના સ્વામી મંગળ મહારાજ છે અને રાહુ ના પસાર  થવાથી ઉગ્રતા અને તામસી વિચારધારા જોવા મળે છે. મેષ રાશિ એ શરૂઆતની રાશિ છે અને ત્યાં રાહુ બિરાજમાન થાય એટલે કોઈ પણ બાબતની શરૂઆતમાં જ અડચણો આવતી જોવા મળે. વ્યક્તિગત રીતે કુંડળીમાં રાહુ પહેલા ભાવમાં હોય તો મંગળની અસર તળે તે વ્યક્તિને ગુસ્સાવળી બનાવે અને પોતાનો પ્રભાવ બતાવવા પ્રયત્નશીલ બનાવે. બીજે રાહુ ધન સંપત્તિ એકત્ર કરવા તરફ પોતાનું ફોકસ કરે છે અને કોઈ પણ રસ્તે ધનને આવકારે છે. ત્રીજે રાહુ વેપારીવૃત્તિ આપે છે અને વાતચીતમાં કુશળતા આપે છે. ચોથે રાહુ વધુ લાગણીશીલ બની હેરાન કરે છે વળી ચોથે રાહુને બહુ સારો ના કહી શકાય. ચોથે રાહુવાળા મિત્રોએ ઘરમાં ફેરફાર કરતા પહેલા સાવચેતી લેવી જોઈએ. પાંચમે રાહુ વધુ મિત્રતા ને પ્રણય આપે પણ વિશ્વાસઘાત પણ થઇ શકે માટે કાળજી રાખવી પડે. છઠે રાહુ શત્રુ પર વિજય અપાવનાર બને છે. સાતમે રાહુ દામ્પત્યજીવન ને ભાગીદારીમાં પ્રશ્નો ઉભા કરનાર બને જો કે સારો રાહુ ખુબ સારું જાહેરજીવન પણ આપે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે રાહુ આઠમે કે બારમે હોય છે ત્યારે જાતકને કાનૂની દાવપેચમાં થી પસાર થવાનો સમય આવે છે. પોલીસ અને કોર્ટ સાથે પનારો પડે છે વળી ઘણા કિસ્સામાં કારાવાસ યોગ પણ બનતો જોવા મળે છે. મારી પાસે આવેલી હજારો કુંડલીના અધ્યયન માં મેં જોયું છે કે આઠમે કે બારમે રાહુ હોય તેમને અચાનક આ પ્રકારના પ્રશ્નો ખડા થાય છે અને ક્યારેક જેલ યાત્રા પણ કરવી પડે છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી