છૂટક મીઠાઈના બોક્સ અને પેકેટ પર બેસ્ટ બીફોર ડેટ લખવી ફરજિયાત કરાઈ

ભારત સરકારના ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટિ ઓફ ઈન્ડિયાએ એક નોટિફીકેશન બહાર પાડયુ હતુ. જેથી આજથી (૧લી ઓક્ટોબર) તેનો અમલ કરાશે. રાજ્યમાં મીઠાઈ-ફરસાણની અનેક દૃુકાનો છે. જ્યાં વેચાતી છૂટક મીઠાઈના બોક્સ અને પેકેટ પર હવે બેસ્ટ બીફોર ડેટ લખવી ફરજિયાત કરી દૃેવાયુ છે. તેમજ મેન્યુફેક્ચરીંગ ડેટ દર્શાવવી મનજીયાત રાખવામાં આવી છે. આજથી તેનો અમલ કરાશે. જે અમલવારીની સાથે ખોરાક શાખા દ્વારા ચેકીંગ પણ શરૂ કરાશે. જો નિયમનો ભંગ થાય તો કાયદૃેસરની કાર્યવાહી કરાશે.
વડોદરાના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણની નાની મોટી થઈને ૩૦૭ ઉપરાંત દૃુકાનો આવેલી છે. જ્યાં દૃુકાનના એન્ટ્રન્સમાં જ કાંચના ડીસ્પ્લેમાં મીઠાઈ ગોઠવેલી હોય છે. છૂટક મીઠાઈ વેચતી આ દૃુકાનો વજન કરીને બોક્સ કે થેલીમાં મીઠાઈ આપી દૃે છે. જોકે, હવે તે છૂટક મીઠાઈના પેકેટ્સ કે બોક્સ પર બેસ્ટ બીફોર ડેટ દર્શાવવી ફરજિયાત કરી દૃેવાઈ છે. એટલે કે મીઠાઈનું ડીસ્પ્લે કાઉન્ટર હોય તો તેમાં રહેલી મીઠાઈની ટ્રે પર કિંમતની સાથે બેસ્ટ બીફોરની ડેટ પણ દર્શાવવી પડશે.
આજથી આ નિયમનો અમલ થવાનો છે તેમજ ખોરાક શાખા દ્વારા શહેરની મીઠાઈની દૃુકાનો પર ચેકીંગ પણ હાથ ધરવામાં આવનાર હોવાનુ અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે જણાવ્યું હતું. એટલુ જ નહીં, જો મીઠાઈની બેસ્ટ બીફોર ડેટ લખેલી નહીં હોય તો તેવા દૃુકાનદાર સામે ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદૃેસરની કાર્યવાહી કરાશે.