છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મરીન પીપાવાવ મરીન પોલીસ

  • બાતમી આધારે વોચ ગોઠવી પકડી પાડવામાં પોલીસને સફળતા

અમરેલી, પીપાવાવ મરીન પો લીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લા એક વર્ષનાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.
મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. 35/19 આઈ.પી.સી. કલમ- 498(ક), વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ધીરુભાઈ કરશનભાઈ ચૌહાણ રહે.કોવાયા તા.રાજુલા જિ. અમરેલીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. આ કામગીરી પોલીસ અધીક્ષકની સુચનાથી મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.એ.તુવર તથા પોલીસ સ્ટાફના હેડ.કોન્સ. જયેન્દ્રભાઈ સુરિંગભાઈ તથા પોલીસ કોન્સ. ગોકુળભાઈ મખાભાઈ તથા પોલીસ કોન્સ. ભરતભાઈ માનસંગભાઈ તથા લોકરક્ષક મહેશભાઈ ગણેશભાઈની ટીમે કરેલ છે.