છેલ્લા વીસ વર્ષથી પાલેજના લુંટ ધાડના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પેરોલ ફલો સ્કવોર્ડ

  • બાતમી આધારે અમરેલીના ગાવડકા ગામેથી આરોપીને પકડી પાડયો

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે ભરૂચ જીલ્લાંના પાલેજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-59/2001 આઇપીસી કલમ-397 તથા જી.પી.એકટ કલમ 135 મુજબના કામે નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપી મગન ઉર્ફે શંકર ઉર્ફે સુરતીયો ધનજીભાઇ બાંમણીયા ઉ.વ.-39 ધંધો-ખેત મજુરી રહે.ટુકરીયા ઝરણ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.ગાવડકા ઠે.બાલુભાઇ રામજીભાઇ ટાંકની વાડીએ તા.જી.અમરેલી વાળો તા.17/02/2021 ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા પાલેજ પોલીસ સ્ટેશનને સોંપવા સારૂં તજવીજ કરેલ છે.