નવા વર્ષની ઉજવણીમાં લોકોએ ભારે કરી, લોકોની બેદરકારી આવી સામે
નવા વર્ષની ઊજવણી પછી જાપાન, દક્ષિણ કોરિયા, અમેરિકા, બ્રાઝિલમાં કોરોના બેલગામ થઈ ગયો
કોરોનાના ફફડાટ વચ્ચે પણ લોકોએ નવા વર્ષની ધૂમ ઉજવણી કરી છે. લોકોએ મનમૂકીને કોરોનાના ડરને ફગાવીને ઉજવણીઓ કરી છે. જેની અસર હવે દૃેખાવા લાગી છે. દરેક દૃેશમાં નવા વર્ષને ઊજવવા માટે લાખો લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વિના રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ દૃુનિયાને કોરોના નિયંત્રણો હટાવવા ભારે પડી શકે છે. છેલ્લા સાત દિવસમાં દૃુનિયાભરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ૩૦ લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે ૧૦,૦૦૦નાં મોત થયા હતા. આ સમયમાં કોરોનાની સૌથી ગંભીર સ્થિતિ જાપાનમાં જોવા મળી હતી. આમ લોકોની બેદરકારી હવે ભારે પડી શકે છે. એકવાર લહેર ચાલુ થઈ તો રોકવી અતિ મુશ્કેલ પડશે. હાલમાં ચીનની હાલત સૌથી વધારે ખરાબ છે. તહેવારો ઉજવવા જરૂરી છે. ગુજરાતમાં પણ ભવ્ય ઉત્સવો યોજાઈ રહૃાાં છે. રાજ્યમાં કોરોનાના નહિવત કેસો વચ્ચે લોકોએ સાવચેતી રાખવાની અતિ જરૂર છે. ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી પછી જાપાન, દક્ષિણ કોરિયા, અમેરિકા, બ્રાઝિલમાં કોરોના બેલગામ થઈ ગયો છે. સમગ્ર દૃુનિયામાં છેલ્લા ૭ દિવસમાં ૩૦ લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને ૯૮૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ સમયમાં કોરોનાની સૌથી ગંભીર અસર જાપાનમાં જોવા મળી છે જ્યાં ૭ દિવસમાં કોરોનાથી ૨૧૮૮ લોકોના મોત થયા છે. દૃેશમાં ચીન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો કડક પગલાં લઈ રહી છે. દૃેશની રાજધાની દિલ્હી સહિત ઘણા એરપોર્ટ પર મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહૃાું છે. કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે મહત્તમ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આપવામાં આવી છે જેથી સમયસર નવા પ્રકારો શોધી શકાય. જો કે, નિષ્ણાતોનો અંદાજ છે કે આ પ્રકાર ભારતીય વસ્તીને ન્યૂનતમ નુકસાન પહોંચાડશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે દૃેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દૃેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ વિરોધી રસીના ૨૨૦.૧૦ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દૃેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે ૧૬૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ગયા અઠવાડિયે ૧૭૨ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૮૧ કેસ નોંધાયા છે, જે ગયા સપ્તાહે ૭૨ હતા. બીજી તરફ રાજસ્થાનમાં ગયા અઠવાડિયે કોવિડના ૮૧ કેસ ઘટીને ૪૮ થઈ ગયા છે. આ રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં ૫૦થી ઓછા કોરોના કેસ નોંધાયા છે. ચીન સહીત વિશ્ર્વના ઘણા દૃેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહૃાો છે તેમાં હવે ભારતનું નામ પણ ઉમેરાયું છે. કોરોનાના વધતા કેસ જોઈને લોકોની િંચતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ઓમિક્રોન વેરીયંટ ઠમ્મ્.૧.૫ ના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. આ એ જ વેરીયંટ છે જેના અમેરિકામાં ૪૦% વધુ કેસ નોંધાયા છે. કોરોનાના આંકડા પર નજર રાખતી સંસ્થા વર્લ્ડ-ઓ-મીટર મુજબ દૃુનિયામાં સાત દિવસમાં કોરોનાના ૩૦,૪૪,૯૯૯ કેસ સામે આવ્યા છે જ્યારે ૯,૮૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ૨૫,૪૫,૭૮૬ લોકો સાજા પણ થયા છે. છેલ્લા સપ્તાહમાં જાપાનમાં કોરોનાના ૧૦ લાખ કેસ નોંધાયા હતા જ્યારે ૨૧૮૮ લોકોનાં કોરોનાથી મોત નીપજ્યાં છે. અહીં કોરોનાના કેસમાં ૭ ટકાનો વધારો થયો છે. એ જ રીતે દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ ૧૧ ટકાથી વધુ વધ્યા છે. અહીં ૭ દિવસમાં કુલ ૪,૫૭,૭૪૫ કેસ સામે આવ્યા જ્યારે ૪૨૯ લોકોનાં મોત થયા હતા.