છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૪,૩૭૨ કેસ, હજારથી વધુના મોત

 • ભારતમાં રિકવરી દર એક્ટિવ કેસોની તુલનામાં ૩.૮ ગણો
 • દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪૭,૫૪,૩૫૭ થયો, મૃત્યુઆંક ૭૮૫૮૬એ પહોંચ્યો,અત્યાર સુધીમાં ૫,૬૨,૬૦,૯૨૮ સેમ્પલ ટેસ્ટિંગ થયા

  દેશમાં કોરોના વાયરસનો આંકડો ૪૭ લાખને પાર કરી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોના વાયરસના નવા ૯૪,૩૭૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪૭,૫૪,૩૫૭ થઈ ગયો છે. જેમાંથી હાલ ૯,૭૩,૧૭૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે ૩૭,૦૨,૫૯૬ લોકોએ કોરોના જેવા જીવલેણ વાયરસને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાએ એક જ દિવસમાં ૧,૧૧૪ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા ૭૮,૫૮૬ થઈ ગઈ છે.
  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં ૧૨ સપ્ટેમ્બર સુધીમાં ૫,૬૨,૬૦,૯૨૮ સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. ગઈ કાલે એટલે કે ૧૨મી સપ્ટેમ્બરના રોજ કુલ ૧૦,૭૧,૭૦૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૯૪ હજારથી વધુ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે.
  સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી જ ભારતમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે, મહિનાના શરુઆતના ૧૨ દિવસમાં ૧૦ લાખ કેસ નોંધાયા છે. આ સાથે વધુ ૧૩,૦૮૨ દર્દીઓના મોત પણ થયા છે, બાકી દેશો કરતા ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. અમેરિકા અને બ્રાઝિલમાં જે રીતે કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાઈ રહૃાો હતો તે જ રીતે હવે ભારતમાં પણ સતત કેસમાં ઉછાળો નોંધાઈ રહૃાો છે.
  ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહૃાો છે. પરંતુ આ ઠીક થનારા દર્દીઓની સંખ્યા પણ તે જ ઝડપથી વધી રહી છે. મેથી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ૫૦ હજારથી વધીને ૩૬ લાખ થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેની જાણકારી પણ આપી છે.
  શુક્રવારે ભારતમાં ૯૮,૦૦૦ની નજીક પોઝિટિવ કેસ નોંધાયા બાદ શનિવારે તેમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે, આમ છતાં દેશના ૯ રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ નોંધાયો છે- જેમાં દિલ્હી (૪,૩૨૧ નવા કેસ), છત્તીસગઢ (૩,૯૬૪), હરિયાણા (૨,૭૮૩), મધ્યપ્રદેશ (૨,૩૪૭), જમ્મુ-કાશ્મીર (૧,૬૯૮), રાજસ્થાન (૧,૬૬૯), ગુજરાત (૧,૩૬૫), ઉત્તરાખંડ (૧,૧૧૫) અને ગોવા (૭૪૦)નો સમાવેશ થાય છે.
  આ તરફ ઉત્તરપ્રદેશ દેશનું ત્રીજુ રાજ્ય બન્યું છે જ્યાં ૩ લાખ કરતા વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૨૨,૦૮૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૩૯૧ લોકોએ જીવ ગુમાવ્યો છે.
  બીજી તરફ કોરોના વાયરસના કેસનો આંકડો સતત વધી રહૃાો હોવાનું કારણ કાર દેશમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કરાઈ રહૃાો હોવાનું પણ માનવામાં આવી રહૃાું છે. ટેસ્ટની સંખ્યા વધવાની સાથે વાયરસથી પીડિત દર્દીઓની ઓળખ થવાથી તેને વધુ લોકો સુધી ફેલાતો અટકાવવામાં પણ મદદ મળી શકે છે.