છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી અધધ…૨૦૦૦ લોકોના મોત!

ન્યુ દિૃલ્હી,વૈશ્ર્વિક મહામારી કોરોનાને રોકવા સરકારના ભરસક પ્રયાસો તેમ છતાં અનલોક-૧માં કેસો સતત વધી રહૃાાં હોય તેમ મંગળવારે સતત સાતમાં દિૃવસે ૧૧ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. આજે બુધવારે સવારે પૂરા થયેલા ગત ૨૪ કલાક દૃરમ્યાન ૧૧૦૯૦ દૃર્દૃીઓ વધવાની સાથે આ જ સમયગાળામાં એક સાથે અધધ.. ૨,૦૦૪ જેટલા મોત નોંધાતા દૃેશમાં મૃત્યુઆંક વધીને ૧૧,૯૨૧ થયો હતો. મહારાષ્ટ્રમાં એક જ દિૃવસે ૧,૪૦૦ જેટલા લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મોતનો આંક પણ ૫,૫૦૦નો આંક વટાવી ગયો છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દૃીધા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો અને સૌથી વધુ મૃત્યઆંક નોંધાયા હતા. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે એક રીટની સુનાવણી વખતે કેન્દ્ર સરકારને આદૃેશ આપતાં કહૃાું કે, કોરોના સારવારમાં લાગેલા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સની સેલેરી આપવા માટે કેન્દ્ર સરકાર સંબંધિત રાજ્યને ફરજ પાડે.
દૃેશમાં કોરોના દૃર્દૃીઓની સંખ્યા હવે વધીને ૩ લાખ ૫૪ હજાર ૧૬૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૦૯૦ દૃર્દૃી વધી ગયા છે. મંગળવારે સતત સાતમા દિૃવસે ૧૦ હજારથી વધુ સંક્રમિતો મળ્યા હતા. દૃેશમાં મંગળવારે મોતનો આંકડો પણ ૧૧ હજાર ૯૨૧ પર પહોંચી ગયો છે. જેમાં ગઈ કાલે મંગળવારે ૨,૦૦૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દૃેશમાં હાલમાં ૧ લાખ ૫૫ હજાર ૨૨૭ સારવાર હેઠળના કેસ છે. તેની સાથે ૧ લાખ ૮૬ હજાર ૯૩૫ લોકો સાજા પણ થયા છે.
તો બીજી બાજુ દિૃલ્હીમાં એક દિૃવસમાં સૌથી વધારે ૯૩ લોકોના મોત થયા છે. સાથે જ ગત દિૃવસોમાં થયેલા મોતની પણ ડેથ કમિટિએ કોરોનાથી મોત થયાની પુષ્ટી કરી છે.રાજધાનીમાં કુલ મોતનો આંકડો ૧૮૩૭એ પહોંચ્યો છે. દિૃલ્હી, ગુજરાતને પાછળ છોડીને દૃેશમાં સંક્રમિતોના મામલામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ દૃર વધીને ૩.૩૫% થઈ ગયો છે.
દૃરમ્યાનમાં, સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને કહૃાું કે, તે રાજ્યોને કોરોના દૃર્દૃીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સને તેમનો પગાર આપવા માટેનો આદૃેશ આપવા કહૃાું છે. કોર્ટે કહૃાું કે, કેન્દ્ર ડોક્ટર્સના પગારની ચુકવણી માટેનો રિપોર્ટ ચાર સપ્તાહની અંદૃર બનાવે. કોર્ટે ચેતવણી પણ આપી કે જો આવું નહીં કરવામાં આવે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સ કોરોના ક્વૉરન્ટીન સેન્ટરમાં દૃર્દૃીઓની સારવાર કરવા માટે ક્યારેય ના પાડતા નથી.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દૃેશમાં કોરોના વાયરસથી એક જ દિૃવસમાં ૨,૦૦૩ લોકોના મોત થયા છે જ્યારે ૧૦,૯૭૪ નવા કેસ નોંધાયા છે. દૃર્દૃીઓની કુલ સંખ્યા વધીને ૩,૫૪,૦૬૫ થઈ ગઈ છે. જેમાંથી ૧,૫૫,૨૨૭ એક્ટિવ કેસ છે અને ૧,૮૬,૯૩૫ લોકો સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના ૧,૧૩,૪૪૫ કુલ નોંધાયા છે જ્યારે ૫૦,૦૫૭ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ૫૭,૮૫૧ લોકો સાજા થઈ ગયા છે અને ૫,૫૩૭ લોકોના મોત થઈ ગયા છે.
દિૃલ્હીમાં કોરોનગ્રસ્ત દૃર્દૃીઓની સંખ્યા ૪૪,૬૮૮ થઈ ગઈ છે જેમાંથી ૨૬,૫૩૧ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ૧૬,૫૦૦ દૃર્દૃી સાજા થઈ ગયા છે અને ૧૮૩૭ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સતત બીજા દિૃવસે ૨૫૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૭૦૧ દૃર્દૃી મળ્યા હતા, જ્યારે ૮૧ લોકોના મોત થયા છે.