છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૭૭૦૮ કેસ: ૬૮૦ના મોત

  • દેશમાં કુલ કેસ વધીને ૭૩ લાખને પાર, કુલ ૧.૧૧ લાખના મોત

    કોરોનાને લઈને ભારતમાં સારા સમાચાર આવી રહૃાા છે. રોજ બરોજ નોંધાતા કેસમા ૨ દિવસ બાદ ફરીથી ઘટાડો નોંધાયો છે. રોજ નવો રેકોર્ડ બની રહૃાો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે ૨૪ કલાકમાં દેશભરમાં ફક્ત ૬૮૦ કોરોનાના દર્દી નોંધાયા છે. આ પહેલા મંગળવારે છેલ્લા દોઢ મહિનામાં સૌથી ઓછા મોતનો રિકોર્ડ બન્યો હતો. નોંધનીય છે કે આ પહેલા ૨૮ જુલાઈના ૬૫૪ દર્દીઓના મોત થયા હતા. આ બાદ દરરોજ ૮૦૦થી ૯૦૦ દર્દીઓના મોત થઈ રહૃાા હતા.
    ફક્ત ચાર રાજ્યો ટેન્શન આપી રહૃાા છે કેમ કે અહીં કોરોનાના કેસ સતત વધી રહૃાા છે. જેમાંથી પ. બંગાળની સ્થિતિ ખૂબ ખરાબ છે. દેશમાં ૫૦.૫ ટકા નવા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં આવ્યા છે. તમિલનાડુને બાદ કરીએ તો બાકીના ૪ રાજ્યોમાં ૩૯૦ મોત નિપજ્યા છે. આ રીતે અહીં દેશના કુલ ૫૭ ટકા મોત અહીં થયા છે.
    દેશમાં સૌથી વધારે એક દિવસમાં મોત ૧૫ સપ્ટેમ્બરમાં થઈ હતી. દિવસે ૧૨૯૦ મોત થયા હતા. મંગળવારે ૨૪ કલાકમાં ૭૦૬ લોકોના મોત થયા જ્યારે બુધવારે ૭૩૦ દર્દીઓએ દમ તોડ્યો હતો. દેશમાં કુલ ૧,૧૧,૨૬૬ લોકોના મોત થયા. એક દિવસમાં ૬૭,૭૦૮ કેસ આવ્યા, જ્યારે અત્યાર સુધી ૭૩,૦૭,૦૯૮ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૮,૧૨,૩૯૦ એક્ટિવ કેસ છે.
    દેશમાં ૬૩,૮૩,૪૪૨ દર્દીઓ સાજા થયા છે જેના રિકવરી રેટ વધીને ૮૭.૪ ટકા થઈ ચૂક્યો છે. જ્યારે મોતનો રેટ ઘટીને ૧.૫ ટકાથી ઓછો થઈ ગયો છે. ૨૪ કલાકમાં ૧૧.૩ લાખ કોરોના ટેસ્ટ થયા છે. અત્યાર સુધીમાં ૯.૧ કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
    યૂપીમાં રિકવરી રેટ ૯૦ ટકા કરતા વધારે થઈ ગયો છે. આંકડા મુજબ બુધવારે ૩૭૩૬ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી ૪,૦૧,૩૦૬ લોકો સાજા થઈ ચૂક્યા છે. ત્યારે રિકવરી રેટ ૯૦.૨૩ ટકા થઈ ગયો છે.
    દેશમાં એક દવિસમાં સૌથી વધુ ૧૫ સપ્ટેમ્બરના રોજ ૧૨૯૦ રેકોર્ડ મોત થયા હતા. મંગળવારના રોજ છેલ્લાં ૨૪ કલાકનો આંકડો રજૂ કરતાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાું હતું કે ૭૦૬ દર્દીઓના જીવ ગયા છે જ્યારે બુધવારના રોજ કહૃાું હતું કે ૭૩૦ દર્દીના મોત થયા છે. મંત્રાલયે આજે કહૃાું કે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૧૧૧૨૬૬ લોકોના મોત થયા છે. તો છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૭૭૦૮ કેસ સામે આવ્યા જ્યારે પોઝિટીવ કેસની કુલ સંખ્યા ૭૩૦૭૦૯૮ થઇ ગયા જેમાં ૮૧૨૩૯૦ એક્ટિવ કેસ છે.