છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૩,૩૪૧ પોઝિટિવ કોરોનાના કેસ: ૧૦૯૬ના મોત

  • દૃેશમાં કુલ સંક્રમિતોનો આંકડો ૩૯ લાખન્ો પાર, મૃત્યુઆંક ૬૮,૪૦૦થી વધુ
  • છેલ્લા ૨૪ કલાકમાં દર મિનિટે ૫૭થી વધારે નવા કેસ અને દર કલાકે ૪૫થી વધુના મોત

    ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતીથી ફેલાઈ રહૃાું છે તે જોઈને લાગી રહૃાું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્ર્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દૃેશ બની જશે.
    દૃેશમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે અત્યારે દર એક મિનિટમાં કોરોનાના ૫૭ થી વધારે કેસ નોંધાઈ રહૃાા છે જ્યારે દર એક કલાકે ૪૫થી વધારે લોકો પોતાના અંતિમ શ્ર્વાસ ભરી રહૃાા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૩૩૪૧ કેસ નોંધાતા સંક્રમિતોનો કુલ આંકડો ૩૯૩૬૭૪૭ સુધી પહોંચી ગયો છે.
    જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહૃાો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૬૫૯ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૦૩૭૧૫૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
    જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૮૪૭૨ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દૃેશભરમાં કોરોના વાયરસના ૮૩૧૧૨૪ એક્ટિવ કેસ છે.
    ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલ સુધીમાં દૃેશમાં કુલ ૪,૬૬,૭૯,૧૪૫ નમૂનાનું પરીક્ષણ થયું છે. જેમાંથી ૧૧,૬૯,૭૬૫ સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું જેમાંથી ૮૩,૩૪૧ કેસ પોઝિટિવ નીકળ્યાં. આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ પણ કહૃાું હતુ કે દૃેશમાં કોવિડ ૧૯ના કેસ શોધવા માટે બુધવારે રેકોર્ડ સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી. આ સાથે જ વિશ્ર્વમાં દરરોજ સૌથી તપાસ કરનાર દૃેશોમાં ભારત પણ સામેલ છે. ગુરુવારે પણ વધુ પ્રમાણમાં સેમ્પલ ટેસ્ટિંગ હાથ ધરાયા હતાં.
    દૃુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૬૩૦૪૨૭૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૬૮૭૨૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૭૫૧૨૪૧૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દૃુનિયામાં અત્યારે ૭૯૨૩૧૩૫ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દૃુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દૃેશોની યાદૃીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.