છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪ તાલુકામાં વરસાદ: સૌથી વધુ ભાભરમાં ત્રણ ઇંચ

  • ૨૯ અને ૩૦ ઓગસ્ટના ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભર તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસ્યો છે. કચ્છના લખપતમાં પોણા ત્રણ ઈંચ વરસાદ થયો છે. બનાસકાંઠાના વાવમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધાનેરા, દિયોદર અને લાખેણી તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૭ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસા વરસ્યો છે અને રાજ્યના ૪૩ તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને વર્તમાનમાં પડી રહેલા વરસાદ વચ્ચે રાહત કમિશનર હર્ષદ પટેલે ગઇકાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩૬ ડેમો હાઈ એલર્ટ પર છે.

જ્યારે ૧૬ ડેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને ૧૨ ડેમ એવા છે જે વોર્નિંગ સ્ટેજ પર છે. ગુજરાતની જીવા દૃોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમ ૭૦ ટકા ભરાયો છે. ૧ લાખ ૫૬ હજાર ક્યૂસેક પાણીની આવક થઈ હતી. સરદાર સરોવર ડેમ ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૫ જળાશયો પણ ૭૪ ટકા ભરાઈ ચુક્યા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૭૭ ડેમ ઓવરલો થયા છે. જ્યારે ૧૭૫ તળાવ ઓવરલો થયા છે. વરસાદમાં ૫૫ નદૃીઓ પણ ઓવરલો થઇ છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે છેલ્લા ૨ દિવસમાં વિવિધ સ્થળો પર બચાવ કામગીરીમાં ૩૬૬ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દ્ગડ્ઢઇહ્લની રાજ્યમાં હાલ ૧૩ ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે ૩ ટિમો રિઝર્વ રાખવામાં આવી છે. દ્ગડ્ઢઇહ્લની ૨ ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે હવામાન ખાતાએ માત્ર ૨૯ અને ૩૦ ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે. બાકીના દિવસો દરમિયાન મધ્યમ વરસાદ રહેશે.