છેલ્લા 1 માસ દરમ્યાન ભાવનગર રેન્જ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂ.65.13 લાખનો વસૂલવામાં આવેલદંડ

જિલ્લામાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂપિયા 65.13 લાખનો વસૂલવામાં આવેલ દંડ

અમરેલી, સરકાર તથા ગુજરાત સરકાર કરવામાં આવેલ લોકડાઉન, અનલોક તથા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 30/04/2021 સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં નાઇટ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવેલ છે. લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે કઇ-કઇ તકેદારી રાખવી જોઇએ તે માટે ગુજરાત સરકાર દ્વારા ગાઇડલાઇન નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. પ માસ્કના કેસો (દંડ): ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર 6513 કેસો કરી રૂ/-65,13,000 નો દંડ કરવામાં આવેલ છે. (ભાવનગર કેસ-3523 દંડ રૂ/-35,23,000, અમરેલી કેસ-2615 દંડ રૂ/-26,15,000 બોટાદ કેસ-375 દંડ રૂ/-3,75,000). પ ૈંઁભ 188, 269, 270, 271 અને ્રી ઈૈગીસૈબ ઘૈજીચજી છબા.2005 : ભાવનગર રેન્જમાં ૈંઁભ 188, 269, 270, 271 અને ્રી ઈૈગીસૈબ ઘૈજીચજી છબા.2005 મુજબ કુલ-110 ગુન્હા દાખલ કરવામાં આવેલ છે જેમાં ભાવનગરમાં જિલ્લામાં 42 કેસ, અમરેલી જિલ્લામાં 40 કેસ તથા બોટાદ જિલ્લામાં 28 કેસ કરવામાં આવેલ છે. પ પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના તમામ વિસ્તારો(મુખ્ય શહેરો, મહોલ્લાઓ, ચોકી વિસ્તાર, તમામ ગામડાંઓ, આઉટ પો.સ્ટ.) માં જુદી-જુદી ટીમો દ્વારા લોકોને માઇક્રોફોનથી જાગૃત કરવામાં આવી રહેલ છે અને દરેક ટીમ દ્વારા ઓછામાં ઓછું 10 કિલોમીટરનો વિસ્તાર ઁછ સિસ્ટમથી આવરી લેવામાં આવે છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ દ્વારા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના લોકોને અપિલ કરવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ કોરોના વાઇરસના સંક્રમણને વધતા અટકાવવા જાહેર કરેલ તકેદારીનુ સંપૂર્ણ પાલન કરવુ જેથી આપ તથા આપનો પરિવાર કોરોનાના સંક્રમણથી બચી શકો તથા તાજેતરમાં કોરોના વાઇરસના ફેલાયેલ સંક્રમણ અનુસંધાને માસ્ક, સેનેટાઇઝર, વીટામીન ભ, ઉકાળો, હોમિયોપેથીક દવાઓ, ઝીંક ટેબલેટોનો વધુમાં વધુ ઉપયોગ કરવા તથા નાઇટ કર્ફ્યુ દરમ્યાન પોતાના ઘરથી બહાર ન નિકળવા તેમજ દિવસ દરમ્યાન બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નિકળવું, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને દંડિત કરવામાં આવશે તથા કામ વિના ઘરની બહાર નિકળનાર લોકોના વાહનો ડીટેઇન કરવામાં આવશે અને પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર ૈંઁજી, નાઓ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે.