છોકરી સાથે વાત કરી કુંડલાનાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો

અમરેલી,
સાવરકુંડલા જુના ગાધકડાં રોડ ગણેશનગરમાં રહેતા અંજુમભાઇ સલીમભાઇ તરકવાડીયા ઉ.વ.18 કોઇ છોકરી સાથે ફોનમાં અગાઉ પણ વાતચીત થયેલ હોય. ગત રાત્રીના છોકરી સાથે ફોનમાં વાતચીત દરમ્યાન બોલાચાલી થતા. પોતાને લાગી આવતા ઘરે સીલીંગ ફેનના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યાનું પિતા સલીમભાઇ તરકવાડીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.