છોટા ઉદૃેપુરમાં ટેમ્પોમાં મરઘાંના પીંજરાની નીચે દારૂ સંતાડીને લઈ શખ્શની કરી ધરપકડ

છોટા ઉદૃેપુર જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાં ચોરવાણા પાસેથી થ્રી વ્હીલર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો રૂ.૮૭,૭૪૪ના વિદૃેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદૃેપુર સરહદી વિસ્તારમાં આવેલો જીલ્લો છે. જ્યાં દરરોજ વિદૃેશી દારૂ પર પ્રાંતમાંથી ઘુસાડવાની અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. ત્યારે વધુ એક નવી તરકીબ અજમાવતા ખેપિયાને છોટા ઉદૃેપુર જીલ્લા એલ.સી.બી. એ ઝડપી પાડ્યો હતો. જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવાણાથી ઓઝડી જવાના ત્રણ રસ્તા પાસેથી વિદૃેશી દારૂ લઇને જવાની બાતમી જીલ્લા એલ.સી.બી.ને મળી હતી. જેને લઇને વોચ પણ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબનો થ્રી વ્હીલર ટેમ્પો આવતા તેની તપાસ કરતા મરઘાં મૂકવાના પીંજરાની નીચે સંતાડીને લઈ જવાતો ૮૧૬ નંગ વિદૃેશી દારૂ કિંમત ૮૭,૭૪૪ રૂ.નો મળી આવ્યો હતો. થ્રી વ્હીલર ટેમ્પોમાં લઈ જવાતો દારૂ મળી આવતા ટેમ્પો ચાલક રમેશ રાયિંસગ રાઠવાની ધરપકડ કરીને વિદૃેશી દારૂ સહિત કુલ રૂ. ૧,૭૪,૨૯૪નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.