છ વર્ષમાં પાકિસ્તાનથી 2100 માછીમારોને છોડાવાયા : ડો. એસ. જયશંકર

  • પાકિસ્તાનમાં કેદ માછીમારોને છોડવવા અંગે સાંસદ શ્રી કાછડીયાએ સરકારમાં કરેલ રજૂઆતના અનુસંધાને વિદેશ મંત્રીશ્રીએ પ્રત્યુતર પાઠવ્યો
  • માછીમારોની હીફાજત, સુરક્ષા અને સલામતી માટે ભારત સરકાર અત્યાધિક મહત્વ આપે છે : શ્રી કાછડીયા

અમરેલી, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ગરીબ થી લઈ છેવાડાના માનવી સુધીના તમામ લોકોના પ્રશ્ર્નોને હંમેશા ઉચ્ચ કક્ષાએ વાચા આપતા હોય છે ત્યારે હાલમાં જ સાંસદશ્રીએ ગત તા. ર3/9/ર0ર0ના રોજ પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી/ભારતીય માછીમારોને છોડાવવાના સંબંધમાં કેન્ સરકારમાં રજૂઆત કરેલ હતી. જેના અનુસંધાને કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરજીએ તેમના તા. 1/10/ર0ર0 પત્ર નં. 6176/ઈએએમ/ર0ર0 થી સાંસદશ્રીને પ્રત્યુતર પાઠવેલ છે.
વિદેશ મંત્રીશ્રી દ્રારા પાઠવવામાં આવેલ પ્રત્યુતર મુજબ હાલ પાકિસ્તાનની જેલમાં કુલ 3ર6 માછીમારો કેદ છે. જે પૈકી પ6 માછીમારોને હાલમાં જ કેદ કરવામાં આવેલ છે. પાકિસ્તાન સાથે તા. 1/7/ર0ર0ના રોજ આદાન-પ્રદાન કરવામાં આવેલ સીવીલીયન કેદી અને માછીમારોની યાદી/સૂચિ માંથી ર70 માછીમારોની હીરાસત અંગે પાકિસ્તાને વાત સ્વીકારી છે. જેમાં વધુ માછીમારો ગુજરાતના છે. જે પૈકી 96 માછીમારોને ભારત સરકારે કૌંસુલી સહાયતા પ્રદાન કરી છે અને બાકી રહેતા માછીમારોને પણ સહાયતા મળી રહે તે માટે પાકિસ્તાન સરકારને અનુરોધ કરવામાં આવેલ છે.
ભારત સરકાર માછીમારોની હીફાજત, સુરક્ષા અને સલામતીને હંમેશા અત્યાધિક મહત્વ આપે છે. ભારત સરકારના સતત પ્રયત્નોના ફળસ્વરૂપે વષ ર014 થી આજ સુધીમાં પાકિસ્તાનની કેદ માંથી પ7 બોટ અને ર100 ભારતીય માછીમારોને છોડાવી તેમની વતન વાપસી કરાવેલ છે. જેમાં આ વષે અત્યાર સુધીમાં વાપસી થયેલ માછીમારોની સંખ્યા ર0 છે.
ભારત સરકાર માછીમારોને શીઘ્ર છોડાવવા અને સ્વદેશ પાછા લાવવા પાકિસ્તાન સરકાર સાથે સતત વાતાલાપો અને પ્રયત્નો કરી રહી છે તથા પાકિસ્તાનમાં કેદ ભારતીય અને ગુજરાતી માછીમારોની હીફાજત, સુરક્ષા અને સલામતી માટે પણ પાકિસ્તાન સરકારને અનુરોધ કરેલ હોવા બાબતે વિદેશ મંત્રીશ્રીએ પ્રત્યુતર પાઠવેલ હોવાનું સાંસદ કાયાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.