જંગલરાજવાળાઓને ભારત માતા કી જય બોલવાથી પણ તાવ આવી જાય છે: મોદી

 • બિહારમાં વડાપ્રધાનનો ચોથો પ્રવાસ, વિપક્ષ પર વરસ્યા
 • લોકોને ડરાવીને સત્તા મેળવનારા લોકોને બિહારની જનતા ઓળખી ચૂકી છે’,’છેલ્લા દાયકામાં જંગલરાજની અસર ઓછી થઈ, હવે નવી ઉડાન ભરવાનો સમય

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બિહારમાં ચોથો પ્રવાસ છે. તેમણે અરરિયા જિલ્લાના ફારબસગંજમાં રેલી યોજી હતી. મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર નિશાન સાધતાં કહૃાું હતું કે ” બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધું છે કે આ દશકામાં બિહારને નવી ઊંચાઈ પર લઈ જઈશું. બિહારના લોકોએ જંગલરાજ અને ડબલ-ડબલ યુવરાજને નકારી દીધા છે. બિહારમાં આજે પરિવારવાદ અને ગુંડાગીરી હારી રહૃાાં છે, કાયદાનું શાસન લાવનારા જીતી રહૃાા છે.
  મોદીએ કહૃાું હતું કે એનડીએના વિરોધ કરી રહૃાા છે, તેઓ ઘણુંબધું ખાધા પછી પણ બિહારને લાલચ ભરી નજરે જોઈ રહૃાા છે, પરંતુ બિહારના લોકો જાણે છે કે કોણ બિહારનો વિકાસ ઇચ્છે છે અને કોણ પરિવારનો છે. આજે બિહારમાં કુટુંબવાદ હારી રહૃાો છે. બિહારમાં આજે રંગીનતા અને ગેરવસૂલી હારી રહી છે. વિકાસ જીતી રહૃાો છે. આજે બિહારમાં અહંકાર હારી રહૃાો છે અને પરિશ્રમ જીતી રહૃાો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહૃાું કે આજે કોંગ્રેસની હાલત એવી છે કે લોકસભા અને રાજ્યસભા ભેગી કરી તો પણ તેમની પાસે ૧૦૦ સાંસદ નથી.
  બિહાર એ દિવસોને ભૂલી શકતું નથી, જ્યારે ચૂંટણીને આ લોકોએ મજાક બનાવી દીધી હતી. તેમના માટે ચૂંટણીનો અર્થ હતો, ચારે તરફ હિંસા, હત્યા, બૂથ કેપ્ચિંરગ, બિહારના ગરીબો પાસેથી આ લોકોએ મત આપવાનો અધિકાર પણ છીનવી લીધો હતો. ગરીબોને ઘરમાં કેદ કરી તેમના નામ પર જંગલરાજવાળા જઈને મતદાન કરી આવતા હતા.
  આ દિવસોમાં હું જોઉં છું, મહિલાઓ કહી રહી છે, ઘરના સભ્યોએ જે કરવાનું હોય એ કરે, હું તો મોદી સાથે જ જઇશ. દરેક માતા, પુત્રી અમને બધાને આશીર્વાદ આપી રહી છે, આ લોકશાહીની તાકાત છે. બિહારમાં પહેલાં જેવી સ્થિતિ હોત તો આ ગરીબ માતાનો દીકરો ક્યારેય વડાપ્રધાન ન બની શક્યો હોત. આજે જ્યારે ગરીબોને તેમનો હક મળ્યો છે ત્યારે તેમણે દેશના રાજકારણની દિશા નિર્ધારિત કરવાની કમાન પણ જાતે જ સંભાળી છે.”
  હવે ૨૦૨૧થી ૨૦૩૦ના દાયકામાં બિહારની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સમય છે. છેલ્લા દાયકામાં બિહારના દરેક ઘરમાં વીજળી પહોંચી હતી, હવે આ દાયકામાં બિહારને ચોવીસ કલાક ઝગમગાવવાનું છે. છેલ્લા દાયકામાં રસ્તાની સ્થિતિમાં સુધારો થયો છે, હવે નવા એરપોર્ટ, નવા વોટરપોર્ટ આપવામાં આવશે. છેલ્લા દાયકામાં જંગલરાજની અસર ઓછી થઈ છે, હવે સમય નવી ઉડાન ભરવાનો છે.
  બિહાર હવે તે લોકોને ઓળખી ચૂક્યું છે, જેમનું સપનું છે કે ગમે તે રીતે લોકોને ડરાવીને, અફવા ફેલાવીને, સમાજના ભાગલા પાડીને, ગમે તે કરીને પણ સત્તા મેળવવી. તેમની તો વર્ષોથી જ આ વિચારધારા છે. તેમણે આ જ જોયું છે, આ જ સમજ્યું છે અને આ જ શીખ્યા છે.