જંગવડના યુવાને કોટડાપીઠા વીડી વિસ્તારમાં ઝેરી દવા પી જતા મોત થયું

અમરેલી,
બાબરા તાલુકાના કોટડાપીઠા વીડી વિસ્તારમા જસદણ તાલુકાના જંગવડ ગામના કાનાભાઈ રૂપાભાઈ મુંધવા ઉ.વ. 27 એ ઈકો ગાડી લોન પર લીધ્ોલ હોય અને નાના બાળકો હોય . જેના ભરણ પોષણથી ગાડીના હપ્તા સમયસર ભરાતા ન હોય જેથી આર્થિક ભીસના કારણે ઝેરી દવા પી જતા મૃત્યું નિપજયાનું વનરાજભાઈ રૂપાભાઈ મુંધવાએ બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ .