જંતુ નાશક દવા-ખાદ્યપર્દાથોમાં થતી ભેળસેળ અટકાવો

અમરેલી,
ખાધ્યપદાર્થ ફ્રુટ, દુધ, તમાકુમાં ભારે મોટી ભેળસેળ ચાલી રહી છે. તેના કારણે ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન કેન્સરનું પ્રમાણ વધતુ જાય છે. તાજેતરમાં અનેક યુવાનો હાર્ટએટેકથી જાન ગુમાવવાનાં દિન પ્રતિદિન સમાચારો વધતા જાય છે. ખેડુતનો દિકરો ખેતી છોડતો જાય છે. તેની પાછળનાં કારણોમાં ઇનપુટનો ભાવ વધારો અને આઉટપુટમાં ખેડુતને પોષણક્ષમ ભાવ ન મળવાનાં કારણે ખેડુતોમાં પણ આત્મવિલોપનનાં બનાવનું પ્રમાણ વધ્યું છે. વરસાદ ખેંચાતા ખેડુત ચિંતામાં આવ્યો છે. અછત અને દુષ્કાળનાં મેન્યુઅલ પ્રમાણે ચોમાસુ સિઝનમાં 25 દિવસ વરસાદ ન થાય એટલે ખેડુતોએ વાવણી કરેલ પાકને નુક્શાની થાય છે. તેનું વળતર સરકારશ્રીએ આપવું જોઇએ. તેમજ પુર્તી અને દિવસે વિજળી ન મળવાનાં કારણે રાતનાં જંગલી પશુઓનાં ત્રાસથી ખેડુતો પોતાનાં પાકને પાણી આપી શકતો નથી અને તેમેય અમરેલી જિલ્લાની આસપાસ ખારાપાટ વિસ્તાર હોવાને કારણે કુવા કે બોરવેલનું પાણી આપવામાં આવે તો જમીન બંજર બનતી જાય છે. ના છુટકે ખેડુતોનો એકમાત્ર આધાર વરસાદ અને કુદરત ઉપર છે. ખેડુતોને પાયાનાં ખાતર તેમજ યુરીયા સમયસર ન મળવાને કારણે અતિવૃષ્ટિમાં ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયા છે. ખેડુતોનું કોઇપણ બાબતમાં અપાતી સહાય મજાક બની ગઇ છે. તાજેતરમાં ઓનલાઇન તાલપત્રી, સબસીડીથી અપાઇ છે. તે માત્ર બે ત્રણ કલાકમાં ઓનલાઇન બંધ થઇ ગયેલ છે અને કોઇ ખેડુત ઓનલાઇન કરવા જાય તેને ખર્ચ થાય છે. તેથી ખેડુતોની મજાક કરવી એ પણ એક સહકારી આગેવાન અને ખેડુત તરીકે યોગ્ય લાગતી નથી. આવી મજાક બંધ કરી ખેડુતોને કોઇ સિધી સહાય માટેની કોઇ યોજના બનાવવી જોઇએ તેમ પુર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી