મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.
અગાઉ લખ્યા મુજબ ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકવાનો તખતો તૈયાર થઈ ગયો છે ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો આભાસી મુદ્રામાં મોટી પછડાટ આવવી નક્કી છે જયારે જયારે બુધ ગ્રહની સ્થિતિ બગડે ત્યારે આ પ્રકારના ફેરફાર જોવા મળે. આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ નેવી અધિકારીઓ ચર્ચામાં છે અને ગુપ્ત માહિતી કથિત રીતે લીક કરવાના મામલે કમાન્ડર જગદીશ અને અભિષેક શો વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. હાલ રાહુ મહારાજ વૃષભમાં શુક્રના ઘરમાં અને પૃથ્વી તત્વમાં છે અને સૂર્ય-બુધ સાથે પ્રતિયુતિમાં છે જે એવા સંશોધન અને જીવનપદ્ધતિ તરફ ઈશારો કરે છે કે જ્યાં એક જગ્યાએ બેસીને દુનિયા સાથે વ્યવહાર કરી શકાય. આ વ્યવહાર જાણેકે રૂબરૂ મિટિંગ હોય તે રીતનો હશે વળી વેપારથી માંડીને બધા વ્યવહારો પણ આ જ રીતે એક જગ્યા એ બેસી કરી શકાશે જે રીતે આપણે અત્યારે ઓનલાઇન મની ટ્રાન્સફરથી ટેવાઈ ગયા છીએ તે રીતે તમામ વ્યવહારો તમારા ટેબલ પર બેસી શક્ય બનશે વળી જગતના અલગ અલગ ખૂણે બેઠેલા લોકો જાણે એક જ જગ્યા એ એક જ હોલમાં હોય એ રીતે મળી શકશે. ગોચર ગ્રહો મુજબ જોઈએ તો વર્ષ 2022માં ઘણી પ્રગતિ જોવા મળશે અને જીવનપદ્ધતિમાં પણ અનેક ગણો ફેરફાર જોવા મળશે.