જથ્થાબંધ મોંઘવારી દર જાન્યુઆરીમાં વધીને ૨.૦૩% થયો

દેશમાં હજી પણ મોંઘવારી ઉંચા સ્તરે રહી છે. સરકાર દ્વારા આજે સોમવારે જાહેર કરાયેલા આંકાડ મુજબ જાન્યુઆરી ૨૦૨૧માં જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે હોલસેલ ઇન્લેશન પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) વધીને ૨.૦૩ ટકા આવ્યો છે. જાન્યુઆરીમાં મોંઘવારી દર વધવાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચિંરગ પ્રોડક્ટ્સની કિંમતોમાં વૃદ્ધિ છે.
ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બર ૨૦૨૦માં જથ્થાબંધ મોંઘવારી ૧.૨૨ ટકા અને વર્ષ પૂર્વે જાન્યુઆરી ૨૦૨૦માં ૩.૫૨ ટકા હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ મુજબ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં ઇન્લેશન રેટ જે ડિસેમ્બરમાં ૪.૨૪ ટકા હતો તે જાન્યુઆરીમાં વધીને ૫.૧૩ ટકા થયો છે.
અલબત્ત શાકભાજી-ફળફળાદિના ભાવ ઘટતા મોંઘવારી અંકુશમાં રહી છે. જાન્યુઆરી ૨૦૨૦માં ફૂડ પ્રાઇસ ઇન્લેશન ઘટીને ૨.૨૪ ટકા આવ્યો છે. જેમાં શાકભાજીના ભાવ ૨૦.૮૨ ટકા ઘટ્યા છે. ડુંગળી ૨૨ ટકા અને ડુંગળી ૩૨.૫૫ ટકા સસ્તી થઇ છે. તો ઇંધણ અને વિજળીમાં મોંઘવારી દર શૂન્યથી ૪.૭૮ ટકા રહૃાો છે. બિન-ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી દર જાન્યુઆરીમાં ૪.૧૬ ટકા નોંધાયો છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ રિઝર્વ બેક્ધે ઉંચા મોંઘવારી દરનું જોખમ ગણાવી સતત ચોથા ધિરાણનીતિમાં વ્યાજદર ઘટાડવાનું ટાળ્યુ છે. જો કે હાલ ગ્રાહક ભાવાંક અને જથ્થાબંધની રીતે મોંઘવારી દર ઘટતા વ્યાજદર ઘટાડવા માટેની સાનુકુળ સ્થિતિ સર્જાઇ છે.
નોંધનિય છે કે, ગત સપ્તાહે જાન્યુઆરી ૨૦૨૧ માટેનો ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારી દર ૪.૦૬ ટકા જાહેર કર્યો છે જે છેલ્લા ૧૬ મહિનાનો સૌથી નીચો મોંઘવારી દર છે.