જનતા કફર્યુમાં જોડાવા હાકલ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર,ગુજરાતનાં પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાગરીકોને ધરપત આપતા જણાવ્યું છે કે, કોરોનાં સામે લડવા ગુજરાત સજ્જ છે અને આવતી કાલે 22મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર દરેક ગુજરાતીઓ જનતા કર્ફ્યુ પાળી તેમાં સામેલ થાય.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે ગત તા.17 ના રોજ કોરોના અંગે જાણકારી આપી હતી તે વખતે એક પણ કેસ ન હતો પણ હાલ પાંચ કેસો આવ્યા છે તેઓ વિદેશથી આવેલા ગુજરાતી ભાઇ બહેનો છે વૈશ્ર્વીક મહામારી સામે લોકોનો પણ સંપુર્ણ સહયોગ છે. છતા પણ સ્વચ્છતા સેનેટેરાઇઝેશન અપનાવે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા કર્ફયુનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તે મુજબ રવિવારે સવારથી સાંજ સુધી ઘરની બહાર જવાનું ટાળે અને નિકળવુ આવશ્યક હોય તો જ જવુ અને એક મીટરનું અંતર રાખી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ આમ કોરોના વાયરસને અટકાવવા માટે જારી કરાયેલ સુચનાઓનુ સંપુર્ણ અમલ અને પાલન કરીએ અને જનતા કર્ફયુનુ સમર્થન કરીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારના તથા જનતાના પ્રયાસોથી કોરોનાનો વાયરસમાં સફળતા મેળવીશુ તેવો મને પુરો વિશ્ર્વાસ છે.
હજુ પણ આપણે સૌ ધ્યાનમાં રાખી કોરોના અંગે નિર્ણય કરી કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીએ. તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.