જમીનના વિવાદમાં બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાનને નોટિસ

મુંબઇ,
બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાન અને તેના પરિવાર પાસે ભોપાલમાં અબજો રુપિયાની સંપત્તિ છે.જેને લઈને કેટલાક વિવાદ પણ છે.
આવા જ એક જમીન વિવાદમાં સૈફ અલી ખાન, તેના માતા શર્મિલા ટાગોર અને સોહા અલી ખાનને કોર્ટમાં ૨૦ જુલાઈ હાજર રહેવા નોટિસ મોકલવામાં આવી છે.આ મામલો ભોપાલના જુના રજવાડામાં સામેલ ૧૦ ગામોની જમીનને લઈને છે.જેની સુનાવણી ભોપાલની કોર્ટમાં ચાલી રહી છે. જોકે નોટિસમાં કહેવાયુ છે કે, સૈફ અને તેમનો પરિવાર ના આવે તો તેઓ તેમના વકીલને મોકલી શકે છે.
મળતી વિગતો પ્રમાણે એક ડઝન ગામમાં ૪૦૦૦ એકર જમીનની સિલિંગની પ્રક્રિયા હાથ ધરવાની છે.જેના સંદૃર્ભમાં નવાબ પરિવારના તમામ વારસદારોને નોટિસ અપાઈ છે. જમીન માટે નવાબના વારસદારો અને એમપી સરકાર વચ્ચે વિવાદ ચાલી રહૃાો છે.