જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સુરક્ષાદળઓએ તોડી પાડયું પાક ડ્રોન

આતંકીસ્તાન તેની નાપાક હરકતો કરવાનું છોડી નથી રહૃાું, ત્યારે આ વચ્ચે ભારતના ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા (એલઓસી) નજીકના કેરન સેક્ટરમાં શનિવારે ભારતીય સરહદમાં ફરી રહેલા પાકિસ્તાની ડ્રોનને ભારતીય જવાનોએ તોડી પાડયું હતું. પાકિસ્તાન ભારતીય ક્ષેત્રમાં આતંકીઓની ઘૂસણખોરી માટે અનેક પ્રયાસ કરી રહૃાું છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને મદદ કરવા માટે હવે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. બીએસએફે પંજાબના ગુરૂદાસપુરમાં પણ જાસૂસી કરતાં એક ડ્રોન પર ગોળીબાર કરતાં તે પાકિસ્તાનમાં પાછું ફરી ગયું હતું.
પાકિસ્તાન કાશ્મીરમાં આતંકી સંગઠનો સુધી હિથયાર પહોંચાડવા, આતંકીઓને ઘૂસણખોરી કરાવવા રસ્તાઓ શોધવા ડ્રોનનો ઉપયોગ કરી રહૃાું છે. શનિવારે સવારે પણ પાકિસ્તાની સૈન્યનું ડ્રોન સરહદ પર તૈનાત જવાનો પર નજર રાખવા માટે ભારતીય વિસ્તારમાં ઘૂસ્યું તો સાવધ જવાનોએ તુરંત તેને તોડી પાડયું હતું. આ ડ્રોન ચાઈનિઝ હતું અને તેનું મોડેલ ડીજેઆઈ માવિક-૨ પ્રો છે. સૈન્યે જણાવ્યું કે પહેલાં આ ડ્રોન પાકિસ્તાની સરહદમાં હતું, પરંતુ તે ભારતીય સરહદમાં ૭૦ મીટર સુધી આવતાં તેને તોડી પડાયું હતું.
બીજીબાજુ પાકિસ્તાની સૈન્યે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ત્રણ સેક્ટરમાં મોર્ટાર શેલ છોડયા હતા અને ઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો. જોકે, બીએસએફે પાકિસ્તાની સૈન્યને જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો. પંજાબના ગુરૂદૃાસપુરમાં પણ ડેરા બાબા નાનક સિૃથત વિસ્તારમાં ભારત-પાકિસ્તાનની સરહદે ફરી એક વખત ડ્રોન દેખાયું હતું.
સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ ભારતીય સરહદમાં ઘૂસી રહેલા ડ્રોન પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબાર પછી ડ્રોન પાકિસ્તાનની સરહદમાં પાછું જતું રહૃાું હતું. પંજાબમાં ભારત-પાકિસ્તાનની સરહદે સાતમી વખત ડ્રોને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બીએસએફના જવાનોએ દરેક વખતે ડ્રોન પર ગોળીબાર કરી તેને પાકિસ્તાનની સરહદમાં પાછા જવા ફરજ પાડી હતી. દરમિયાન પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈનું રાજસ્થાનમાંથી એક નેટવર્ક પકડાયું હતું. રાજસ્થાન એટીએસની ટીમે શુક્રવારે મોડી રાતે રાજસૃથાનના બાડમેરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા યુવક રોશનદિનને જયપુર લઈ જવાયો હતો.