જમ્મુ કાશ્મીરના ડીજીની હત્યાથી મચ્યો હડકંપ, આતંકી સંગઠન TRF એ લીધી જવાબદારી

જમ્મુના ઉદયવાલામાં જમ્મુ કાશ્મીરના ડીજી (જેલ) હેમંત લોહિયાની હત્યાથી હડકંપ મચી ગયો છે. ડ્ઢય્ જેલ હેમંત લોહિયાનો મૃતદૃેહ તેમના ઘરેથી મળ્યો. તેમનું ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત તેમના શરીર પર ઈજા અને દાઝવાના નિશાન પણ છે. આતંકી સંગઠન ટીઆરએફએ આ હત્યાની જવાબદારી લીધી છે. આ સંગઠન છેલ્લા કેટલાક વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં એક્ટિવ છે અને આતંકી ઘટનાઓને અંજામ આપે છે. અત્રે જણાવવાનું કે લોહિયાને ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરના ડીજી (જેલ) તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. એવું કહેવાઈ રહૃાું છે કે લોહિયા ઉદયવાલામાં તેમના મિત્રના ઘરે હતા. તેમની સાથે તેમનો નોકર યાસિર પણ હતો. પોલીસના જણાવ્યાં મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નોકરે જ આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું લાગે છે. ત્યારબાદ તે ફરાર થઈ ગયો. યાસિર જમ્મુ કાશ્મીરના રામબનનો રહિશ છે. પોલીસના જણાવ્યાં મુજબ લોહિયાનો મૃતદૃેહ સંદિગ્ધ પરિસ્થિતિમાં મળ્યો હતો. ત્યારબાદ પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે તેમની હત્યા થઈ ગઈ છે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે નોકરને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કરી દૃેવાયું છે. દિલબાગસિંહે જણાવ્યું કે આરોપીએ હેમંત લોહિયાના મૃતદૃેહને બાળવાની કોશિશ કરી. જમ્મુના છડ્ઢય્ઁ મુકેશસિંહે લોહિયાના ઘરની મુલાકાત લીધી. તેમણે કહૃાું કે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસથી સંકેત મળે છે કે લોહિયાએ પોતાના પગમાં કઈક તેલ લગાવ્યું હશે જેમાં સોજા જેવું પણ જોવા મળી રહૃાું હતું. તેમણે કહૃાું કે હત્યારાએ પહેલા લોહિયાનું ગળું ઘોંટીને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ તેમના ગળાને ચીરવા માટે કેચપની તૂટેલી બોટલનો ઉપયોગ કર્યો હતો. બાદમાં મૃતદૃેહને આગ લગાવવાની કોશિશ કરી. તેમણે કહૃાું કે અધિકારીના ઘર પર હાજર સુરક્ષાકર્મીઓએ લોહિયાના રૂમની અંદર આગ જોઈ અને તેમણે દરવાજો અંદરથી બંધ હોવાના કારણે તેને તોડી નાખવામાં આવ્યો. મુકેશસિંહે કહૃાું કે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ હત્યા તરફ ઈશારો કરી રહી છે. તેમણે કહૃાું કે, નોકર ફરાર છે અને તેની શોધ શરૂ કરી દૃેવાઈ છે. ફોરેન્સિક અને ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે છે. આતંકી સંગઠન TRF એ એચકે લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે.TRF નું પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફોર્સ નવું આતંકી સંગઠન છે. તે હાલમાં જ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકોની હત્યા સહિત તમામ હુમલા માટે જવાબદાર છે. ટીઆરએફએ એક નિવેદન બહાર પાડીને કહૃાું કે અમારી સ્પેશિયલ સ્ક્વોડે જમ્મુના ઉદયવાલામાં ગુપ્ત ઓપરેશનને અંજામ આપતા ડીજી પોલીસ જેલ એચકે લોહિયાની હત્યા કરી. આતંકી સંગઠને કહૃાું કે આ હાઈ પ્રોફાઈલ ઓપરેશન્સની શરૂઆત છે. આ હિન્દૃુત્વ શાસન અને તેમના સહયોગીઓને ચેતવણી છે કે અમે ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ. આ ગૃહમંત્રીને તેમના પ્રવાસ પહેલા નાનકડી ભેટ છે. અમે ભવિષ્યમાં પણ આવા ઓપરેશન ચાલુ રાખીશું.