જમ્મુ-કાશ્મીરમાં કોઇ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે

  • મોદી સરકારનો મોટો નિર્ણય, ગૃહમંત્રાલયે નવી સૂચના જાહેર કરી
  • ખેતીની જમીન પર પ્રતિબંધ યથાવત્ રહેશે, ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે, જમ્મુ-કાશ્મીરમાં હવે ફેક્ટરી,મકાન અથવા દુકાન ખરીદી સમયે સ્થાનિક રહેવાસી હોવાના કોઇ પુરાવા આપવાની જરૂર નથી

     

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવી સૂચના જાહેર કરવામાં આવી છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

જમ્મુ- કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ જણાવ્યુ હતું કે, અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, તે માટે ઈન્ડસ્ટ્રીયલ માટે જમીનની જરૂરિયાત હોવાથી હવે કોઈપણ વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. જો કે ખેતીની જમીન ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.

આપને જણાવી દઈએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરમાં ક્ત ત્યાનાં રહેવાસી જ જમીન ખરીદી અને વેચી શકતા હતા. પરંતુ હવે બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનરચના કાયદૃા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે, સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.

મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ ૩૭૦થી મુક્તિ આપવામાં આવી છે, ત્યારબાદ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદૃામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા ફક્ત જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ જ જમીન ખરીદી અને વેચી શકતા હતા. પરંતુ હવે બહારથી લોકો જમીન પણ ખરીદી શકે છે અને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કારખાના, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. તેને સ્થાનિક રહેવાસી હોવાના પુરાવાની પણ જરૂર રહેશે નહીં.