જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો છે. કુપવાડા જિલ્લાના હંદૃવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માતમાં લગભગ ૨૦ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહૃાું છે કે બસ ખૂબ જ સ્પીડમાં હતી અને અનિયંત્રિત હોવાને કારણે અચાનક પલટી ગઈ અને જોત જોતામાં ચારેય બાજુ ચીસો પડવા લાગી. રાહતની વાત એ છે કે આ દૃુર્ઘટનામાં અત્યાર સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.