જમ્મુ કાશ્મીરમાં નાપાક ષડયંત્રને અંજામ આપી સેનાને મળી મોટી સફળતા
જમ્મુ કાશ્મીરમાં સિધરામાં છુપાયેલા ૩ આતંકીઓને ઠાર કરી સેનાને મળી મોટી સફળતા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ષડયંત્રને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહૃાા છે. જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને માનવામાં આવી રહૃાું છે કે બેથી ત્રણ આતંકીઓ હોઈ શકે છે. ૨૦ ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને એક્ધાઉન્ટરમાં ઠાર કર્યા હતા. કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દૃેશક વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા. આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. બીજી તરફ, અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદૃુર થાપાની હત્યામાં સામેલ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા પછી, સુરક્ષા દળોએ શોપિયાના ઝૈનપુરા વિસ્તારના મુંઝ માર્ગમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે બાદમાં એક્ધાઉન્ટરમાં ફેરવાઈ ગયું. પોલીસ પ્રવક્તાએ કહૃાું કે, એક્ધાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. સ્થળ પરથી એક છ૪૭ રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.