જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-૧૬૨ પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત

  • ચાલુ બસમાં પાઇપ ઘુસી જતા મહિલાનું ગળું કપાયું, યુવકનું માથું ફાટ્યું

અમદાવાદ,

પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-૧૬૨ પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં બેનાં મોત થયાં છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે. મંગળવારે સાંજના ૪.૩૦ વાગ્યે ગેસ પાઈપલાઈન પાથરતી વેળાએ કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની લાપરવાહીને કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઉઠાવીને ખાડામાં મૂકી રહી હતી, પરંતુ પવનને કારણે ૧૦૦ ફૂટ લાંબી અને ૨ ફૂટ પહોળી પાઈપ રસ્તા પર પસાર થઈ રહેલી ખાનગી બસની આરપાર નીકળી ગઈ હતી.

હાઈડ્રોલિક મશીનથી હવામાં ઝૂલતી પાઈપ ડ્રાઈવર સીટની પાછળની સીટની બારી તોડીને બસમાં ઘૂસી ગઈ હતી અને સૌથી છેલ્લી સીટની બારી તોડીને આરપાર નીકળી ગઈ હતી. અચાનક ઘૂસેલી પાઈપથી બસમાં બેઠેલી એક મહિલાની ગરદૃન ધડથી અલગ થઈ ગઈ હતી અને એક યુવકનું માથું ફાટી ગયું હતું.