જય શ્રી રામ: આજે રામ મંદિર નિર્માણનો PMના હસ્તે શિલાન્યાસ

  • સૌગંદ રામ કી ખાઇ થી હસ્તે મંદિર વહીં બનાયા
  • અયોધ્યામાં દિવાળી જેવો માહોલ, ભૂમિપૂજનનું કાઉન્ટ ડાઉન શરૂ, બપોરે ૧૨.૩૦ કલાકે ભૂમિપૂજન શરુ થશે જે ૧૦ મિનિટ સુધી ચાલશે, વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પાયાની ઇંટ મૂકશે
  • સમગ્ર શહેર રામમય,કરોડો હિન્દૂઓનું સપનું હવે સાકાર થશે, મોદિ જન્મભૂમિ તરફ જતાં પહેલા પૂજા કરવા હનુમાનગઢી જશે, જ્યાં તેઓ પારિજાતનું વૃક્ષ રોપશે, ભૂમિપૂજનમાં હાજર રહેનારા આમંત્રિતોને ચાંદિની મુદ્દાની સ્મૃતિભેટ અપાશે

આધુનિક ભારતના ઇતિહાસમાં આવતીકાલ ૫ ઓગસ્ટનો દીવસ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ચળવળના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. ૪૦૦ વર્ષ બાદૃ ભારતની ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યામાં જ્યાં ભગવાનશ્રી રામનો જન્મ થયો હતો તે વિવાદિ ભૂમિ પર સુપ્રિમ કોર્ટે રસ્તો સરળ કરી આપ્યા બાદ હવે મંદીર નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થવા જઇ રહૃાો છે. સમગ્ર અયોધ્યા નગરીને જાણે કે નવેસરથી વસાવવામાં આવી હોય તે શણગારવામાં આવી છે. ભારે કડક અને અભૂતપૂર્વ સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે બુધવારે સવારે દીલ્હીથી અયોધ્યા રવાના થશે. અને બપોરે ૧૨.૩૦ના મહુર્તમાં શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ભવ્ય મંદિૃરના નિમાણ માટેની પ્રથમ પાયાની ઇંટ મૂકશે. વડાપ્રધાન અયોધ્યામાં આ સ્થળે ૩ કલાક રોકાશે અને મોદી યાદગીરીરૂપે પારિજાતનો છોડ રોપશે. સીએમ યોગીએ એવી જાહેરાત કરી છે કે જેમને નિમંત્રણ આપવામાં આવ્યું છે તેમને જ પ્રવશશ મળશે. બાકીના રામભક્તોએ ઘરે દીવો પ્રગટાવી દીવાળી ઉત્સવ મનાવે તેવી અપીલ છે.
ભારતના ઇતિહાસના સૌથી મોટા ધાર્મિ પ્રસંગે અનેક મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થવાથી આવતીકાલે ભારતના કરોડો-કરોડો હિન્દુઓ, રામભક્તો અને જેઓ રામજન્મભૂમિ આંદૃોલન સાથે એક યા બીજી રીતે જોડાયેલા રહૃાાં તેઓ ટીવીના માધ્યમથી ભૂમિપૂજનનો લાઇવ કાર્યક્રમ જોઇને ધન્યતા અનુભવશે. સમગ્ર અયોધ્યા નગરીને પોલીસ છાવણીમાં ફેરવીને હિન્દુ સમાજના આ ઐતિહાસિક કાર્યકર્મમાં કોઇ વિઘ્ન ન નાંખે તેનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલ ભમિપૂજન બાદૃ ૨૦૨૪ સુધીમાં ૩ માળનો ભવ્ય રામમંદીર તૈયાર થઇ જાય તેવી ગણતરી છે. મંદીરની ડિઝાઇન ગુજરાતના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
યુપીમાં સમગ્ર યોગી સરકારે એક માત્ર આવતીકાલના રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમને પાર પાડવા કમર કસી છે. સમગ્ર યુપીનું પોલીસ તંત્ર ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા બળો, આઇબી તંત્ર, કમાન્ડો વગેરે. અયોધ્યામાં જ્યાં જ્યાં વડાપ્રધાન આવતીકાલે મુલાકાત લેવાના છે એ તમામ સ્થળોને લોખંડી સુરક્ષા કવચમાં ફેરવી નાંખવામાં આવ્યું છે.
સૂત્રોએ કહૃાું કે ૪૦૦ વર્ષના ઇતિહાસમાં અયોધ્યામાં ફરીથી એ જ જગ્યાએ ભગવાનશ્રીરામનું ભવ્ય મંદિર બનવા જઇ રહૃાું છે કે જે મંદૃીર વીએચપીના દાવા પ્રમાણે, ૪૦૦ વર્ષ પહેલા તે વખતના શાસક બાબરે તોડીને બાબરી મસ્જીદનું નિર્માણ કરાવ્યું હતું. હિન્દુ સમાજની ૪૦૦ વર્ષની લડત અને તપસ્યાનો આવતીકાલ ૫ ઓગસ્ટના રોજ અંત આવી રહૃાો છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે અયોધ્યાને સીલ કરવામાં આવ્યું છે. ૫ ઓગસ્ટે મોદી હનુમાનગઢીની મુલાકાત લઈને જન્મભૂમિ પરિસર પહોંચશે. તેઓ અહીં પારિજાતનો છોડ રોપશે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ત્રણ દિવસીય અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. અયોધ્યામાં રામ મંદિૃર નિર્માણ માટે ત્રણ દીવસીય અનુષ્ઠાનનો આજે બીજો દીવસ છે. અયોધ્યામાં અનુષ્ઠાનના બીજા દિવસે રામ જન્મભૂમિ ખાતે રામઅર્ચન પૂજાની શરૂઆત થઈ છે. કાશી અને અયોધ્યાના ૯ વેદા ચાર્ય પૂજા કરી રહૃાા છે. તે છ કલાક ચાલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા અને તેમની પત્ની હાજર છે

અયોધ્યામાં વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ:-
 ૫ ઑગસ્ટના રોજ સવારે ૯.૩૫ વાગ્યે દિલ્હીથી રવાના થશે
 સવારે ૧૦: ૩૦ વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ
 સવારે ૧૦:૪૦ કલાકે હેલિકોપ્ટરથી અયોધ્યા જવા રવાના
 સવારે ૧૧:૩૦ વાગ્યે અયોધ્યાની સાકેત કોલેજના હેલીપેડ પર લેન્ડિંગ
 સવારે ૧૧:૪૦ કલાકે હનુમાનગઢી પહોંચીને ૧૦ મિનિટ સુધી પૂજા-અર્ચના
 બપોરે ૧૨ વાગ્યે રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચવાનો કાર્યક્રમ
 ૧૦ મિનિટમાં રામલલા વિરાજમાનના દર્શન-પૂજા
 બપોરે ૧૨: ૧૫ કલાકે રામલલા પરિસરમાં પારિજાતનું વૃક્ષારોપણ
 બપોરે ૧૨:૩૦ કલાકે ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ
 બપોરે ૧૨:૪૦ વાગ્યે રામ મંદિરના શિલાન્યાસની સ્થાપના
 બપોરે ૦૨:૦૫ વાગ્યે સાકેત કોલેજ હેલિપેડ માટે રવાના
 બપોરે ૨: ૨૦ વાગ્યે લખનઉ ઉડશે હેલિકોપ્ટર
 લખનઉથી દિલ્હી જવા રવાના
મંગળવારે રામ જન્મભૂમિ ખાતે વૈદિક રીતે વાસ્તુ શાંતિ, શિલા સંસ્કાર અને નવગ્રહ પૂજા થઇ છે. તે પછી શ્રી હનુમાનગઢીના વિશેષ પ્રતીકોની પૂજા કરવામાં આવશે. તે વર્ષો પછી થવા જઈ રહી છે. ભૂમિપૂજન બુધવારે બપોરે ૧૨:૩૦ કલાકે શરૂ થશે, જે ૧૦ મિનિટ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી આવતીકાલે ૩ કલાક અયોધ્યામાં રોકાશ કાશી, પ્રયાગરાજ અને અયોધ્યાના ૯ વૈદિક આચાર્ય આ પૂજા કરશે. ભગવાન રામના નામનો જાપ થશે. તે જ સમયે, ૫ ઓગસ્ટે, ભૂમિપૂજન કાર્યક્રમના યજમાન વીએચપીના પ્રમુખ રહેલા અશોક િંસઘલના પુત્ર સલીલ હશે
બીજી બાજુ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, સરળતા, સાહસ, સયંમ, ત્યાગ, વચનબદ્ધતા, દિનબંધુ રામ નામનો સાર છે. રામ દૃરેકમાં છે, રામ સૌની સાથે છે. ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, ભાઈચારા અને સાંસ્કૃતિક સમાગમનો પ્રસંગ બને.