જરખીયા આહીર પરિવાર ના ચાર સભ્યો ના અકસ્માત માં કરુણ મોત

જરખીયા ગામમાં શોકની લાગણી ખુબ જ દુ:ખદ ઘટના

અમરેલી જીલાના લાઠી તાલુકા ના જરખીયા ગામના આહીર પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, એકનું હોસ્પિટલમાં મૌત.જરખીયાના આહીર પરિવાર પર આભ તુટી પડયુ.લાશને બહાર કાઢવા કારના પતરા તોડવા પડ્યા
ભાવનગર: વલભીપુર-ઉમરાળા હાઇવે રોડ ઉપર મોડી રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અકસ્માતનો ભોગ બનનાર આહીર પરિવાર અમરેલી જીલ્લાના લાઠી તાલુકા ના જરખીયા ગામના રહેવાસી હતા.સુરતથી હિમંત પ્રસંગે આવી રહેલ હતા. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર સુરતથી પરત ચાવંડ પ્રસંગ માં જઈ રહ્યો હતો એ દરમિયાન વલભીપુરથી બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જીલુંભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના બનાવવામાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યાં તેનું મ્રુત્યુ થયુ હતુ. અકસ્માત એટલો ભયંકર હતો કે લાશને બહાર કાઢવા માટે ફોરવીલ કારના પતરા તોડવા પડ્યા હતા. સમગ્ર લાઠી પંથક તેમજ આહીર પરિવારમાં આ દુ:ખદ ઘટનાથી અરેરાટી વ્યાપી ગયેલ છે તેમજ શોકની લાગણી વ્યાપી ગયેલ છે