જર્મનીની વિશ્ર્વ વિખ્યાત એમ્સ્ટર્ડમ યુનીવર્સીટીના રિસર્ચ સ્કોલર સિંજામેડમ સાથે ઇન્ટરનેશનલ કોલોબ્રેશન કરાયું

અમરેલી,જર્મનીના રિસર્ચ સ્કોલર ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ સાથે માર્ગદર્શક તરીકે જોડાયા છે. વિદ્યાર્થીઓને આવા વિશેષ વ્યક્તિત્વ પાસેથી માર્ગદર્શનનો લાભ મળે તેવા શુભ હેતુથી શાળા દ્વારા આ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમરેલીના વિદ્યાર્થીઓને એમ્સ્ટર્ડમ યુનીવર્સીટીના રિસર્ચ સ્કોલર દ્વારા માર્ગદર્શન મળશે, અમરેલીના જરખીયા ગામના વિદ્યાર્થીઓને જર્મનીથી ટ્રેનીંગ અપાશે,થોડા દિવસો પહેલા આ માત્ર એક સપનું હતું પણ એ સ્વપ્ન આજે વાસ્તવિકતામાં પરિવર્તિત થયું છે અને આ બધું જ શક્ય બનશે કલામ કેમ્પસ ની અંદર. ખૂબ ટૂંકા સમયમાં ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ હવે રાજ્ય અને રાષ્ટ્રની સીમાઓને ઓળંગી આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી ઓળખ ઉભી કરવામાં સક્ષમ રહી છે. સતત વિદ્યાર્થીઓ ને નવી નવી તકો અને એસ્ટ્રોમેલા, પ્લાઝમા પરિસંવાદ,ડ્રોન અને રોબોટિક્સ જેવા અવનવા વર્કશોપ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખ કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે યોજાયા અને સમગ્ર અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિઓનો લાભ મળ્યો હતો.