જશવંતગઢ ગ્રામ પંચાયતનાં સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર

અમરેલી,
જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચને હોદા ઉપરથી દુર કરી પાણીચુ અપાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ વ્યાપી ગયો છે અમરેલીના જશવંતગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ફરજ બજાવનાર અશોકભાઇ કનુભાઇ માંગરોળીયાએ જે તે વખતે વિકાસ કામો માટે આવતા સરકારી નાણા નિયત ખાતામાં પધ્ધતિસર જમા નહી કરાવતા સરકારમાં રજુઆત થયેલી તે કેસ ચાલી જતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારે સરપંચને કસુરવાન ઠરાવી ગ્રામ પંચાયતના સરપંચ પદેથી સસ્પેન્ડ કરવા હુકમ કરેલ છે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.