જસદણના ખડવાવડી ગામમાં દીપડાએ ૧૫ બકરાને મોતને ઘાટ ઉતાર્યા

રાજકોટ જિલ્લામાં સિંહના આતંક બાદ દીપડાનો આતંક સામે આવ્યો છે. જસદણના ખડવાવડી ગામે સવાભાઇ માલધારીના વાડામાં રાત્રે એક દીપડો ૬ ફૂટ ઉંચી દીવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો. અંદર રહેલા ૧૬થી ૧૭ બકરામાં ૧૫ને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ૧ બકરાનું મારણ કર્યુ હતું. ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી છે. વન વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. જસદણના ભાડલા ગામ પાસે ખડવાવડી ગામે સવાભાઇ રાજાભાઇ લેલાના વાડા ફરતે ૬ ફૂટ ઉંચી દીવાલ છે. આ વાડામાં પોતાના ઘેટા-બકરા રાત્રે રાખે છે. પરંતુ ગત રાત્રે દીપડો વાડાની દીવાલ ટપી અંદર ઘૂસ્યો હતો. અંદર રહેલા ૧૬ બકરાને મોતને ઘાટ ઉતારી પલાયન થઇ ગયો હતો.

દીપડાના આતંકથી બકરામાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આસપાસની વાડીમાંથી ખેડૂતો એકત્ર થઇ ગયા હતા અને હાકલા પડકારા કરતા દીપડો નાસી ગયો હતો. હાલ ફોરેસ્ટ વિભાગની ટીન દીપડાના ફીંગર પ્રિન્ટ લેવા મથી રહી છે. પરંતુ જમીન પથરાળ હોવાથી સગડ મળતા નથી. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે દીપડાના સગડ મેળવવા કોશિશ કરી રહૃાાં છીએ. પરંતુ પથરાળ જમીનને કારણે સગડ મળતા નથી. દીપડાએ એક બકરાનું મારણ કર્યુ છે જ્યારે ૧૫ બકરાને દૃાઢ બેસાડી હોવાથી તેમના મોત થયા છે.

નાના એવા ખડવાવડી ગામમાં દીપડાના આતંકથી ખડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. હાલ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. સવાભાઇ લેલાએ જણાવ્યું હતું કે, અમે બકરા વાડામાં પુરી ખેતરે પાણી વાળવા માટે રાત્રે જતા રહૃાાં હતા. ત્યારે બકરાની નાસભાગ અને અવાજ સાંભળતા દોડી આવ્યા હતા. અમને દીપડા જેવું જ પ્રાણી દેખાયું હતું. હાલ તો મારી આજીવિકા છિનવાઇ ગઇ હોવાથી વળતર આપવાની માગ કરી રહૃાાં છીએ.