જાડેજાના સીધા થ્રો પર સ્મિથ રનઆઉટ: ચારે બાજુ ભરપેટ વખાણ થયા

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને સીધો થ્રો કરીને આઉટ કર્યો હતો, સોશિયલ મીડિયા પર આ થ્રો બાદ રવિન્દ્ર જાડેજા છવાઇ ગયો છે. સિડની ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં એક સમયે ઓસ્ટ્રેલિયાએ ભારત પર મજબુતાઇ જમવી હતી અને ભારત દબાણમાં આવી ગયુ હતુ. પરંતુ રવિન્દ્ર જાડેજાએ તેના શાનદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા હતા.

રવિન્દ્ર જાડેજાની ગણતરી સ્ટાર ફિલ્ડરોમાં થાય છે. જ્યારે શુક્રવારે સ્ટીવ સ્મિથને થ્રો કરીને રન આઉટ થયો હતો ત્યારે તેણે પોતાની ફિલ્ડિંગ કુશળતા દર્શાવી હતી.

સિડની ટેસ્ટમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથને સીધા થ્રો કરીને આઉટ કર્યો. જાડેજાએ તેની શાનદાર ફિલ્ડિંગ કરી હતી જ્યારે સ્મિથ સીધા થ્રો પર આઉટ થયો હતો. ટીમની અંતિમ વિકેટ હોવાથી સ્મિથ પેવેલિયન પરત ફર્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં ચાર વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. તેણે ૧૮ ઓવરમાં ૬૨ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.