જાણીતા બંગાળી ગાયિકા નિર્મલા મિશ્રાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

જાણીતા બંગાળી ગાયિકા નિર્મલા મિશ્રાને લો બ્લડ પ્રેશરના કારણે અસ્વસ્થતાની ફરિયાદ પછી દક્ષિણ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. મિશ્રા વૃદ્ધાવસ્થાથી સંબંધિત રોગોથી પીડાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે ૭૯ વર્ષીય ગાયિકાને બ્લડ પ્રેશર ઓછું થયા બાદ શનિવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાલકૃષ્ણદાસ એવોર્ડથી સન્માનિત આ ગાયિકાને જુલાઈમાં સ્ટ્રોક આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બંગાળી ગાયિકા નિર્મલા મિશ્રાની અચાનક તબિયત લથડી છે. લો બ્લડ પ્રેશરના કારણે અસ્વસ્થતાની ફરિયાદ બાદ તેમને દક્ષિણ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મિશ્રા વૃદ્ધાવસ્થાથી સંબંધિત રોગોથી પીડિત છે. લો બ્લડ પ્રેશર ઓછું થતાં ૭૯ વર્ષિય ગાયકને શનિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીએ કહૃાું કે તેની હાલત હવે સ્થિર છે અને આજે તેની કોરોનાની તપાસ કરવામાં આવશે.