જાણો તમારી રાશિમાં ક્યાં પાયે છે પનોતી!!

તા. ૧૭.૧.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ દશમ, વિશાખા   નક્ષત્ર, શૂલ  યોગ, બવ   કરણ આજે બપોરે ૧૨.૫૮ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ તુલા (ર,ત)  ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય) રહેશે.

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના થવા પામી  છે આ ઉપરાંત પણ અનેક અકસ્માત અને દુર્ઘટનાઓ ખપ્પર યોગ અને હાલના ગોચરમાં બની રહી છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું વળી આ સમયમાં હાથીનો શિકાર વધતો જોવા મળે અને તેને લગતી બાબતો સામે આવતી જોવા મળશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો શનિ મહારાજ અને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેના લીધી પનોતીની સ્થિતિ બદલાઈ રહી છે જે મુજબ મેષ, વૃષભ કે મિથુન રાશિને હાલ માં પનોતીની અસર નહિ રહે જયારે કર્કને નાની પનોતી ચાંદીના પાયે શુભ રહેશે તો સિંહ કન્યા અને તુલા રાશિને પણ પનોતીની અસર નહિ રહે જયારે વૃશ્ચિક રાશિને નાની પનોતી સોનાના પાયે થોડી કષ્ટદાયક રહેશે તો ધન રાશિને મોટી પનોતી પૂર્ણ થાય છે મકર ને મોટી પનોતી સોનાના પાયે માનસિક વ્યગ્રતા અપાવે જ્યારે કુંભને મોટી પનોતી તાંબાના પાયે સારી રહેશે અને મીનને પણ મોટી પનોતી ચાંદીના પાયે શુભ ફળદાયી રહેશે.