જાધવ બેવડી ભૂમિકા પરિપૂર્ણ કરવામાં સક્ષમ છે

  • ધોનીને લઇને કોચ સ્ટીફન લેમિંગ બરાબરનો ભડક્યો

ચેન્નઈ સુપર કિંગ્સ ના કોચ સ્ટીફન લેમિંગે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં મહેન્દ્રસિંહ ધોની (એમએસ ધોની) પહેલા કેદાર જાધવને બેટિંગ માટે મોકલવાના પ્રશ્ર્ને ગુસ્સે ભરાયો હતો. ચેન્નઈ આ મેચ ડેવિડ વોર્નરના અધ્યક્ષ સ્થાને સનરાઇઝર્સ સામે ૭ રને હાર્યુ હતુ. આ ટૂર્નામેન્ટમાં ચેન્નઈની આ સતત ત્રીજી હાર હતી. સીએસકે આઇપીએલ ૨૦૨૦ પોઇન્ટ ટેબલમાં, તે ચાર મેચોમાં ફક્ત એક જીત સાથે આઠમા સ્થાને છે.

નબળા પ્રદર્શન અને પોઇન્ટ ટેબલના નીચે હોવાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મેચ પછીની એક પ્રેસ કોન્ફરન્સમાં લેમિંગને કેદાર જાધવને ધોની પહેલા મોકલવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ગુસ્સાથી કહૃાું,  શું સવાલ છે?” સીએસકેના કોચ સ્ટીફન લેમિંગે જણાવ્યું હતું કે, ‘તે અમારો ચોથો ક્રમનો બેટ્સમેન છે, ધોની સામાન્ય રીતે નીચલા મધ્યમ ક્રમનો ખેલાડી હોય છે. જાધવ બેવડી ભૂમિકા પરિપૂર્ણ કરવામાં સક્ષમ છે. જો અમને સારી શરૂઆત મળે,

તો ધોની પહેલા આવી શકે છે અને જાધવ બાદમાં આવી શકે છે. સ્ટીફને કહૃાું,  તમે ઝડપથી વિકેટ ગુમાવો છો તો તમારો ચોથો ક્રમનો બેટ્સમેન મેદાન પર જશે. જાધવ હજી ટૂર્નામેન્ટમાં લય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો છે. આ મેચમાં તેણે ૧૦ બોલમાં માત્ર ત્રણ રન બનાવ્યા હતા. સુકાની ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની ભાગીદારી વિશે પૂછતાં તેમણે કહૃાું કે, અમે ઇનિંગ્સની વચ્ચે મુશ્કેલીમાં હતા. મેચમાં ધોની અને જાડેજાએ વાપસી કરી હતી, પરંતુ ટીમને મધ્ય ઓવરમાં વધુ રન બનાવવાના રહેશે.