જાન શાનુએ સ્વીકાર્યું કે પિતા સાથે કમ્યુનિકેશન ગેપ, બોલ્યો- એકવાર અમે વાત કરી લઈએ તો સારું રહેશે

જાન કુમાર શાનુએ પિતા તથા સિંગર કુમાર શાનુ સાથેના સંબંધો અંગે ઘટસ્ફોટ કર્યો છે. ’બિગ બોસ ૧૪’ના પૂર્વ સ્પર્ધક જાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તેની તથા તેના પિતાની વચ્ચે કમ્યુનિકેશન ગેપ છે. તેણે એમ પણ કહૃાું હતું કે પિતા તેના માટે મિક્સ્ડ ફિલિંગ અનુભવે છે. આ દરમિયાન જાને પિતાએ થોડાં દિવસ પહેલાં ઉછેર પર કરવામાં આવેલા સવાલ પર પણ વાત કરી હતી.

જાને કહૃાું હતું, ’મને હજી સુધી પિતા સાથે વાત કરવાની તક મળી નથી, પરંતુ મને લાગે છે કે અમે એકવાર વાત કરી લઈએ તો સારું રહેશે. હું સ્વીકારું છું કે અમારા બંને તરફથી કમ્યુનિકેશ ગેપ રહૃાો છે. જ્યાં સુધી મારા પિતાએ મારી માતાના ઉછેર પર સવાલ કર્યો હતો કે તો મને લાગે છે કે આખી દુનિયાએ જોયું કે મારી માતાએ અમને કેટલી સારી રીતે મોટા કર્યાં છે. કેટલાંક દિવસો પહેલાં ’બિગ બોસ’ના શોમાં જાને મરાઠી ભાષા અંગે વિવાદિત કમેન્ટ કરી હતી. દીકરાની આ કમેન્ટ પર કુમાર શાનુએ કોઈ ટિપ્પણી કરી નહોતી.

થોડાં દિવસ બાદ કુમારે કહૃાું હતું કે ૨૭ વર્ષથી તેની પૂર્વ પત્ની તથા દીકરો તેની સાથે રહેતા નથી. જાન કુમારે જે નિવેદન આપ્યું, તેનાથી ખ્યાલ આવે છે કે તેની માતાએ તેને કેઈ રીતે ઉછેર્યો છે. પછી કુમાર સાનુ પોતાના નિવેદનથી ફરી ગયા હતા. તેમણે એવું કહૃાું હતું કે જાનને તેની માતાએ સારી રીતે ઉછેર્યો છે. એક માતા તરીકે તે જે પણ કરી શકતી હતી, તે તેણે કર્યું છે.