દૂધ, ફ્રૂટ, શાકભાજી, માંસ,મટન, મચ્છી, ઇંડા, બેકરી કરિયાણાન્ો બપોરે 1 સુધી છુટ : આખું શહેર 7 દિવસ સુધી જડબ્ોસલાક બંધ રહેશે :શ્રી કૌશિક વેકરીયા, ડૉ.કાનાબાર,વિહિપના શ્રી હસમુખ દુધાત,શ્રી મુકેશ સંઘાણીનો ટેકો:અમરેલી શહેરના વેપારી મહામંડળ અન્ો રપ એસોસિએશનો દ્વારા સંયુક્ત રીત્ો લેવાયેલો નિર્ણય : આજે રવીવારે શહેર ખુલ્લુ રહેશે
અમરેલી,અમરેલી શહેરમાં કોરોનાની મહામારીના બીજા રાઉન્ડમાં મોતનું તાંડવ શરુ થયું છે અન્ો કેસોમાં પણ સતત વધારો થઈ રહૃાો હોવાથી અમરેલી વેપારી મહામંડળ તથા તમામ રપ જેટલા વેપારી અસોસિએશનો દ્વારા મળીન્ો સમગ્ર અમરેલી શહેરમાં સાત દિવસ માટે સજ્જડ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. મેડિકલ સ્ટોર ર4 કલાક અન્ો આવશ્યક ચીજોની દુકાનો, શાકભાજી વગ્ોરે બપોર સુધી મળી શકશે.આ અંગ્ોની વિગતો આપતા અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ વણઝારાએ જણાવ્યું કે, અમરેલી શહેરમાં કોરોનાની મહામારી વકરી રહી છે અન્ો હાલમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોવાથી લોકોની જાન જોખમમાં ન મૂકાય એ માટે લોકડાઉન કરવાની સતત માગણી થઈ રહી હતી. આ મુદ્દે શુક્રવારે વેપારી મહામંડળ દ્વારા કલેક્ટરન્ો રજૂઆત પણ કરવામાં આવી હતી અન્ો શનિવારે અમરેલી શહેરના તમામ જુદા જુદા રપ જેટલા એસોસિએશનોની સાથે ચર્ચા કરીન્ો સાત દિવસ સુધી અમરેલી શહેર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યોે છે. જેમાં શહેરની હદમાં આવતી તમામ દુકાનો તા.18ન્ો રવિવારના સાંજના 8 વાગ્યાથી બંધ થયા બાદ ખૂલશે નહીં અન્ો છેક અઠવાડિયા પછી તા.ર6 ન્ો સોમવારના સવારે 6 વાગ્યા બાદ જ દુકાનો ખૂલશે.આ લોકડાઉનમાં આવશ્યક ચીજો સિવાયની તમામ દુકાનો અન્ો મોટા ભાગની ઓફિસો પણ સજ્જડ બંધ રહેશે. લોકોન્ો જીવનજરુરી ચીજો મળી રહે એ માટે આવશ્યક ચીજો માટે સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. મેડિકલ સિવાયની આવશ્યક ચીજોની દુકાનો પણ આખો દિવસ ખૂલી રહેશે નહીં. તમામ વેપારી મંડળના આગ્ોવાનોએ આ લોકડાઉનન્ો ટેકો જાહેર કર્યો છે.
જેમાં વેપારી મહામંડળ અમરેલી, ડિસ્ટ્રીકટ ચેમ્બર, અનાજ કરીયાણા રીટેઇલ મર્ચન્ટ એસો. હોલસેલ ગેઇન મર્ચન્ટ, હોલસેલ પાનબિડી, રીટેઇલ પાનબિડી એસો. સ્ટેશનરી એસો., જિલ્લા એગ્રો એસો., ઇલેકટ્રીક ગુડ એસો., મારબલ સ્ટોન મર્ચન્ટ એસો., મીઠાઇ ફરસાણ એસો, ફર્નિચર એસો. હાર્ડવેર એસો, સુવર્ણકાર સંઘ, રેડીમેઇડ ગારમેન્ટ એસો, લાયન્સ કલબ રોયલ, વસંતભાઇ મોવલીયા, ટાવર ચોક વેપારી એસો, ટેઇલર એસો, સારહી યુથ કલબ પ્રમુખ મુકેશ સંઘાણી, ડો. કાનાબાર સરકારમાં રજુઆત કરી છે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાએ તથા જિલ્લા ડાયમંડ એસોના લલીતભાઇ ઠુંમરે પણ લોકડાઉન સમર્થન આપ્યુ છે ઓમ બેકરીનું પણ સમર્થન મળ્યુ છે તેમ પ્રમુખ તથા મંત્રીએ વેપારી મહામંડળ વતી જણાવ્યુ છે.