જાપાનમાં ભૂકંપનો આંચકો, તીવ્રતા ૬.૧ નોંધાઈ; લોકો ઘરની બહાર ભાગ્યાં

જાપાન,તા.૨૯
જાપાનના હોક્કાઈડોમાં મંગળવારે સ્થાનિક સમયાનુસાર સાંજે ૬.૨૮ કલાકે ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. ભૂકંપ બાદૃ જાપાન દ્વારા સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે, ભૂકંપનું કેન્દ્રિંબદૃુ ઓમોરીના પૂર્વ કિનારેથી આશરે ૨૦ કિમીની ઊંડાઈએ જાણવા મળ્યું છે. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ જાપાનમાં બપોરે ૨.૪૮ કલાકે આવ્યો હતો. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટર પર કહૃાુ હતુ કે, ‘૨૮-૦૩-૨૦૨૩ના રોજ જાપાનમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ભારતીય સમય ૧૪:૪૮:૨૯, અક્ષાંશ: ૪૧.૨૬ અને રેખાંશ: ૧૪૨.૯૧, ઊંડાઈ: ૫૦ કિમી, સ્થાન: જાપાન હોક્કાઇડો. શા માટે જાપાન ભૂકંપ માટે સંવેદૃનશીલ છે?.. જાણો કારણ… મંગળવારના ભૂકંપ પછી દૃેશના ઇઝુ ટાપુઓ પર પણ અન્ય ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ૨૪ માર્ચે ટાપુ પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ નોંધવામાં આવી હતી. ઇઝુ ટાપુઓ એ જ્વાળામુખી ટાપુઓનો સમૂહ છે જે જાપાનના ઇઝુ દ્વીપકલ્પની દૃક્ષિણ અને પૂર્વમાં સ્થિત છે. ફેબ્રુઆરી મહિનામાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના અનેક આંચકા આવ્યા હતા. ત્યારે ભૂકંપ બાદૃ આ વિસ્તારમાં સતત આટરશોક્સ પણ આવ્યા હતા. કાટમાળમાં દૃટાયેલા લોકોના બચી જવાની ઓછી સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા સર્ચ ઓપરેશનને રોકવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે તુર્કી-સીરિયાને ફરીથી ભૂકંપના આંચકાએ હચમચાવી દૃીધા હતા. તુર્કીની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી એએફએડીએ દૃેશમાં ભૂકંપથી મૃત્યુના ૪૧,૧૫૬ પુષ્ટિ કરેલા કેસ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે, તુર્કી અને સીરિયા બંનેમાં ભૂકંપના કારણે કુલ ૪૪,૮૪૪ લોકોના મોત થયા છે.