જાફરબાદના માછીમારોને વિવિધ પ્રશ્નો ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરાઇ

 

  • ફિશરીઝ મિનિસ્ટર શ્રીજવાહરભાઇ ચાવડાએ તમામ કામો વહેલી તકે થાય તેવી બાંહેધરી આપી 

 

રાજુલા,
મતવિસ્તારના જાફરબાદના માછીમારોને સાથે રાખી વિવિધ પ્રશ્નો જેવા કે એસટી જેટી બનાવવી પાણી ની વ્યવસ્થા લાઈટ ની વ્યવસ્થા સહિતના માછીમારો ને લગતા નાના મોટા પ્રશ્નો માટે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા સમક્ષ રૂબરૂ રજુઆત કરી હતી.
આ પ્રસંગે કોળી સમાજના પટેલ અને નગરપાલિકા પ્રમુખ સરમણભાઇ બારૈયા,ખારવા સમાજ માછીમાર બોટ એસો.ના પ્રમુખ શ્રી કનૈયાલાલ તેમજ કોળી સમાજ માછીમારી બોટ એસો પ્રમુખ હમીરભાઈ સોલંકી અને ભાવનગરથી આવેલા કોળી સમાજ માછીમાર ભાઈઓ ને સાથે રાખી અને જાફરાબાદ બંદર માં સ્ટ્રીટ લાઇટ, પાણી , જેટી ફાળવવા બાબતે તેમજ કુદરતી આફત વખતે માછીમાર ભાઇઓ ને સરકારી સહાય મળે તે બાબતે રજુઆત કરી હતી તાકીદે આ તમામ પ્રશ્નો ઉકેલાશે તેવી ખાતરી મંત્રીશ્રીએ આપી હતી.