જાફરાબાદનાં અપહરણનાં ગુન્હામાં આરોપી ઝડપાયો

  • નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,
અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા, તથા પો.સબ ઇન્સ. શ્રી પી. એન. મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે ચોક્કસ બાતમી મેળવી અપહરણનો ગુન્હો કરી નાસતા ફરતાં આરોપીને પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.જાફરાબાદ પો. સ્ટે. ફ. ગુ.ર.નંં.02/2019 ઇ.પી.કો. કલમ 363, 366 તથા પોકસો એકટ કલમ 17, 18 મુજબ ના ગુન્હાનાં કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને આ કામનો આરોપી વલકુ જીણાભાઇ ચૌહાણ રહે.મીતીયાળા, મુળ રહે.મીઠાપુર, તા.જાફરાબાદ વાળો તા.09/01/2019 ના રોજ પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્હાનો આરોપી વલ્કુભાઇ જીણાભાઇ ચૌહાણ ઉ.વ.24 રહે.મૂળ-મીઠાપુર હાલ-મીતીયાળા તા.જાફરાબાદ જી.અમરેલી વાળાને આજરોજ તા.13/12/2020 ના રોજ પકડી પાડેલ છે. અને આગળની કાર્યવાહી થવા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો અને નામ. કોર્ટમાંથી તેનું સી.આર.પી.સી. કલમ 70 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતુ.