અમરેલી, જાફરાબાદમાં પોણા સાત લાખની રકમના ચેકરિટર્ન કેસમાં એક વર્ષની સજા કરાતા જાફરાબાદના ઇતિહાસમાં પહેલી વખત ચેક રિટર્નના કેસમાં આકરી સજા ફટકારાઇ હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદના મચ્છીમારી તથા વેપાર કરતા મનસુરી મહમદહુસેન જમાલભાઇ રહે. જીઇબી પાસે નેસડી મહોલ્લાએ પોતાના ખેડુત મિત્ર બારૈયા બાબુભાઇ ભાયાભાઇ રે. ભાકોદર પાસેથી પોતાના મચ્છીમારીના ધંધામાં ખોટ જતા તા. 17-6-17ના રોજ રૂપિયા 6,70,000/-ની રકમ ઉછીની લીધી હતી અને તે પરત આપવાની રકમનો ચેક બાબુભાઇને મહમદહુસેને આપ્યો હતો તે ચેક રીર્ટન થતા બાબુભાઇએ મહમદહુસેન સામે કેસ કર્યો હતો.આ કેસ જાફરાબાદના જયુડીશ્યલ મેજી.ફ.ક.ની કોર્ટમાં જજ શ્રી ઉત્પલકુમાર ડી. જાંબુ સમક્ષ ચાલી જતા જાફરાબાદના યુવાન એડવોકેટ શ્રી મહેશભાઇ બારૈયાની ધારદાર દલીલ બાદ કોર્ટે હાલના સંજોગોમાં નાણા લઇ પાછા ન ચુકવી નાણા ડુબાડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે જો આરોપીને યોગ્ય સજા ન કરવામાં આવે તો કાયદાનો હેતુ જળવાશે નહી તેમ જણાવીને આરોપીને એક વર્ષ ની સાદી કેદ અને ચેક રીર્ટનના નાણા 670000/-નું વળતર ચુકવવા અને વળતરમાં કસુર થયેથી વધ્ાુ બે માસની સજા કરવાનો હુકમ કર્યો હતો કોર્ટે આપેલા આ ચુકાદાથી નાણાકીય અખાડા કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.