જાફરાબાદનાં નાગેશ્રી-દુધાળા વિસ્તારમા સિંહનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

  • પાણીમાં ડૂબીને મોત થયાની વનવિભાગને આશંકા

રાજુલા,
પાલીતાણા શેત્રુંજી ડીવીઝન મા જાફરાબાદ રેન્જ વિસ્તાર નાગેશ્રી દુધાળા નજીક નદી કાંઠે આજે કોહવાયેલ હાલત મા સિંહ નો મૃતદેહ મળી આવ્યો છે અહીં સિંહ નદી કાંઠે અને બોડી વધુ પડતી ફુલાય ગઈ છે અને અહીં આસપાસ સતત 3 દિવસ થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણી મા ડૂબી જવા ના કારણે મોત થયા નુ વનવિભાગ નુ પ્રાથમિક અનુમાન છે ઘટના ને પગલે જાફરાબાદ વનવિભાગ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જુદી જુદી દિશા મા તપાસ હાથ ધરી હાલ મા મૃતદેહ નો કબ્જો મેળવી પી.એમ.માટે ની કાર્યવાહી હાથ ધરી છે ઘટના પગલે શેત્રુંજી ડીવીઝન ના ડી.સી.એફ.નિશા રાજ દ્વારા સમગ્ર ઘટના અંગે ગંભીરતા પૂર્વક તપાસ કરાય રહી છે અને પી.એમ ની કાર્યવાહી હાથ ધરી છે.