જાફરાબાદનાં પાટીમાણસાની સીમમાંથી તાલડાની આધેડ મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી

રાજુલા,
જાફરાબાદનાં પાટીમાણસા ગામેથી વૃધ્ધ મહિલાની કોહવાયેલી લાશ મળી આવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદનાં પાટી માણસા ગામે લાભુબેન મનુભાઇ જાદવની નગ્ન હાલતમાં કોહવાયેલી લાશ જોવા મળતા ભુપતભાઇ નાથાભાઇ શેખડાએ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. વાડીએથી મળી આવેલ કોહવાયેલી લાશનો નાગેશ્રી પોલીસે કબ્જો લઇ પેનલ પીએમ માટે તજવીજ હાથ ધરી છે. આ મહિલા તાલડા ગામની હોય અને બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.