- રાજુલાની એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આપેલો ચુકાદો
રાજુલા,જાફરાબાદનાં પીપળીકાંઠા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં થયેલા મોતનાં બનાવમાં કેસ ચાલી જતા આરોપીઓને આજીવદ કેદની સજા ફટકારી છે. જિલ્લા મદદનીશ સરકારી વકીલ બીએમ શિયાળની ધારદાર દલીલથી રાજુલા એડીશ્નલ સેશન્સ કોર્ટનાં જજ શ્રી એસપી ભટ્ટે દલીલો તથા દસ્તાવેજો પુરાવા માન્ય રાખી પીપળી કાંઠા વિસ્તારનાં મર્ડર કેસનાં આરોપીઓ બાબુભાઇ બચુભાઇ સોલંકી, કાનાભાઇ બાબુભાઇ સોલંકી, જયંતી બાબુભાઇ સોલંકી, આકાશ ધીરૂભાઇ બારૈયા રે.પીપળીકાંઠા અને જાફરાબાદવાળાઓએ 2017માં બોલાચાલી દરમિયાન મોતને ઘાટ ઉતારી ભાગી ગયેલ તેવી ફરિયાદ મરણજનારનાં ભાઇએ કરી હતી.
તે કેસ કોર્ટમાં ચાલી જતા આઇપીસી 302નાં ગુન્હામાં આરોપીને આજે ઉમર કેદની સજા તથા દરેક આરોપીઓને એક એક લાખનો દંડ ફટકારેલ છે. આરોપીઓએ મરણ જનારનાં માતા પીતાને વળતર પેટે 10-10 લાખ ચુકવવા પણ હુકમ કરેલ છે.