જાફરાબાદનાં મિતીયાળામાં 66 કેવી સબસ્ટેશનમાં આગ ભભુકી

  • આગને ફાયરફાયટરોએ દોડી જઇ પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી

જાફરાબાદ,
જાફરાબાદનાં મિતીયાળા ગામે આવેલ 66 કેવી સબસ્ટેશનમાં આજે અચાનક આગ ભભુકી ઉઠી હતી. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગતા ટીસી ભડભડ સળગવા લાગતા આકાશમાં ધ્ાુમાડાનાં ગોટેગોટા છવાઇ ગયા હતાં. અંદાજે ટીસીમાં 10 થી 12 હજાર લીટર કરતા વધારે ઓઇલ હતું આગને બુજાવવા માટે ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી.
અને પાણીનો મારો ચલાવ્ય હતો અને આગને કાબુમાં લીધી હતી. સબસ્ટેશનમાં આગથી મોટુ નુક્શાન થયું હતું. જાફરાબાદ શહેર તેમજ આસપાસનાં 23 ગામોમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વિજ કંપનીએ સાંજનાં છ વાગ્યે આસપાસ જાફરાબાદ શહેરમાં વિજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં સફળતા મળી હતી.